For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવતીકાલે ખુલશે દિલ્હી, મપ્ર, છત્તીસગઢ અને રાજસ્થાનની કિસ્મતનો પટારો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 ડિસેમ્બર: દેશમાં પાંચ રાજ્યો માટે વિધાનસભા ચૂંટણીમાં દિલ્હી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં રાજકીય પક્ષો અને ઉમેદવારોની કિસ્મતનો ફેંસલો આવતીકાલે થઇ જશે. દરેક જગ્યાએ સવારે 8 વાગ્યાથી કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ થઇ જશે તથા બપોર બાદ નવી સરકારોને લઇને તસવીર સ્પષ્ટ થઇ જશે. નક્સલ પ્રભાવિત છત્તીસગઢમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મિઝોરમમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાઇ છે જેની મતગણતરી 9 ડિસેમ્બરના રોજ થશે.

આ વખતે સૌથી રસપ્રદ મુકાબલો દિલ્હીમાં છે જ્યાં અરવિંદ કેજરીવાલની આપ પાર્ટીએ ભ્રષ્ટાચારના મુદ્દે ચૂંટણી લઇને રાષ્ટ્રીય રાજધાનીના મુકાબલાને પહેલીવાર ત્રિકોણીય બનાવી દિધો. અહી કુલ 810 ઉમેદવારની કિસ્મતનો ફેંસલો થશે. દિલ્હી સહિત અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે સેમીફાઇનલ તરીકે જોવામાં આવે છે.

દિલ્હીમાં આ વખતે સૌથી વધુ એટલે 65.13 ટકા મતદાન થયું છે. કુલ 1.19 કરોડ મતદારોમાંથી 77.7 લાખથી વધુએ 4 ડિસેમ્બરના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. રવિવારે યોજાનારી મતગતરીમાં મુખ્યમંત્રી શીલા દીક્ષિત, ભાજપ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર હર્ષવર્ધન અને 'આપ'ના અરવિંદ કેજરીવાલની સાથે ત્રણ પાર્ટીઓના ઘણા નેતાઓની કિસ્મતનો ફેંસલો થશે.

result

આ ચૂંટણી માટે એક એક્ઝિટ પોલના પરિણામો અનુસાર દિલ્હીમાં ત્રિશંકુ વિધાનસભા બનવાના અણસાર છે જ્યાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે. બાકીના ત્રણ રાજ્યોમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દિલ્હીમાં તે બધા 14 કેન્દ્રોમાં કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. જ્યાં મતદાન મશીનોને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. આવતીકાલે મતગણતરી પુરી થાય ત્યાં સુધી આ સુરક્ષા બનેલી રહેશે.

ચૂંટણી અધિકારીઓના અનુસાર દિલ્હી પોલીસ અને કેન્દ્રિય સુરક્ષા દળના જવાનો આ મશીનોની ચોવીસ કલાક સુરક્ષા કરી રહ્યાં છે. વિશેષ ચૂંટણી અધિકારી શૂરવીર સિંહે જણાવ્યું હતું કે બધા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને ફક્ત અધિકૃત અધિકારીઓને જ મતદાન કેન્દ્રોમાં પ્રવેશની પરવાનગી આપવામાં આવશે.

રાજસ્થાનમાં ચૌદમી વિધાનસભાના ગઠન માટે 200માંથી 199 સીટો માટે પહેલી ડિસેમ્બરના રોજ ઐતિહાસિક 75.20 ટકા મતદાનથી પ્રદેશની સત્તાધારી કોંગ્રેસ અને પ્રમુખ વિપક્ષ ભાજપની કિસ્મતનો ફેંસલો થશે. સરકારના ગઠનના દાવા પરથી આવતીકાલે પડદો ઉઠી જશે. સવારે આઠ વાગે મતગણતરી શરૂ થઇ જશે અને બપોર સુધી ચૂંટણીના પરિણામો જાહેર થઇ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે.

મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા ક્ષેત્રો માટે મતગણતરી 51 જિલ્લા મુખ્યાલયો પર સવારે 8 વાગ્યાથી ચૂંટણી પંચ દ્વારા નિમવામાં આવેલા પ્રેક્ષકોની હાજરીમાં થશે. મતગણતરી દરમિયાન મીડિયા દ્વારા કોઇ ફોટોગ્રાફ અથવા વીડિયો લેવાની પરવાનગી આપવામાં નહી આવે. મતગણતરી કેન્દ્રની આસપાસ કડક પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે. એક વરિષ્ઠ મેજિસ્ટ્રેટને સુરક્ષા બળ સાથે પોલીસ સુરક્ષા સાથે નિયુક્ત કરવામાં આવશે, જેથી તે મતગણતરી કેન્દ્રમાં પ્રવેશને અટકાવે. નક્સલ પ્રભાવિત છત્તીસગઢમાં મતગણતરી માટે વ્યાપક સુરક્ષાની તૈયારી કરવામાં આવી છે.

English summary
he fate of governments in Delhi, Madhya Pradesh, Rajasthan and Chhattisgarh will be known when counting of votes takes place in the Assembly elections, considered the semi-finals ahead of the Lok Sabha polls next year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X