
Exclusive: કેજરીવાલના બે ધારાસભ્યોએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડવાની કરી મનાઇ
નવી દિલ્હી (વિવેક શુક્લા): રાજધાનીમાં દિલ્હી વિધાનસભાને ભંગ કરવાની સૌથી મજબૂત રીતે માંગ કરનાર આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યોએ ચૂંટણી લડવાની મનાઇ કરીને પાર્ટીને સંકટમાં મુકી દિધી છે. સૂત્રોનું કહેવું છે કે રોહિણીથી ધારાસભ્ય રાજેશ ગર્ગ અને તિમારપુરથી ધારાસભ્ય હરીશ ખન્નાએ પાર્ટી નેતા અરવિંદ કેજરવાલને મળીને સ્પષ્ટ કરી દિધું છે કે તે આગામી ચૂંટણી લડશે નહી.
પાર્ટીએ તેમનું સાંભળ્યું નહી
જો કે આ બંને નેતાઓ દ્વારા ચૂંટણી ના લડવાના કારણ નો તો ખુલાસો થઇ શક્યો નથી, પરંતુ જાણકારો કહી રહ્યાં છે કે આ બંને પાર્ટી નેતાઓને વારંવાર કહી રહ્યાં હતાં કે ફરીથી ચૂંટણી લડવાથી બચવું જોઇએ. ચૂંટણી થવાની સ્થિતીમાં પાર્ટી ગત વખત જેવું પ્રદર્શન કરી શકશે નહી, પરંતુ પાર્ટીએ તેમનું એક ન સાંભળ્યું.
જાણકારોનું કહેવું છે કે અત્યારે આમ આદમી પાર્ટીના કેટલાક બીજા ધારાસભ્ય પણ ચૂંટણી લડવાની મનાઇ કરી શકે છે. કારણ આ જ છે. પાર્ટીમાં આંતરિક લોકતંત્ર નામની વસ્તું રહી જ નથી. બધા જ નિર્ણયો અરવિંદ કેજરીવાલ અથવા મનીષ સિસોદિયા કરે છે.
આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપ અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ ગોલ માર્કેટ સીટ પરથી કોઇ મજબૂત ઉમેદવાર ઉભો રાખવાની ફિરાકમાં છે. બની શકે કે કોઇ નામચીન ફિલ્મ સ્ટાર જ ઉતારવામાં કેજરીવાલની સામે. અરવિંદ કેજરીવાલ તો કહી ચૂક્યાં છે કે તે ગોલ માર્કેટથી જ લડશે. તેમણે ગત ચૂંટણીમાં અહીંથી શીલા દીક્ષિતને હરાવીને જીત પ્રાપ્ત કરી હતી.
બીજી તરફ ભાજપ રાજધાની મુસ્લિમ વર્ચસ્વવાળી સીટો પરથી મુસલમાનોને ટિકીટ આપવા માટે ઉમેદવાર શોધી રહી છે. એટલે કે આ વખતે મતીન અહેમદ અને હસન અહેમદ જેવા કોંગ્રેસના ધારાસભ્યોની સામે ભાજપના મુસલમાન ઉમેદવાર હોઇ શકે છે.