For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

72 વર્ષમાં પહેલીવાર આટલી તીવ્ર ગરમી, ઓરેન્જ એલર્ટ જાહેર

દેશમાં ગરમ પવનોનો પ્રકોપ ચાલુ છે. શનિવારના રોજ મહત્તમ તાપમાન 42.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે છેલ્લા પાંચ વર્ષમાં એપ્રીલ મહિનામાં સૌથી વધુ હતું. આ સાથે ગુરુગ્રામમાં તાપમાન 44.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દેશમાં ગરમ પવનોનો પ્રકોપ ચાલુ છે. શનિવારના રોજ મહત્તમ તાપમાન 42.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે છેલ્લા પાંચ વર્ષમાં એપ્રીલ મહિનામાં સૌથી વધુ હતું. આ સાથે ગુરુગ્રામમાં તાપમાન 44.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ અગાઉ 21 એપ્રીલ 2017ના રોજ દિલ્હીમાં મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એપ્રીલ મહિનામાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન 29 એપ્રીલ, 1941ના રોજ 45.6 C નોંધાયું હતું.

IMDએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

IMDએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

ભારતીય હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 72 વર્ષમાં પહેલીવાર દિલ્હીમાં એપ્રીલના પ્રથમ સપ્તાહમાં આટલું ઊંચું તાપમાન નોંધાયું હતું. IMD એરવિવારના રોજ શહેરમાં અત્યંત ગરમ હવા માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે.

આકરી ગરમીમાંથી ક્યારે મળશે રાહત?

આકરી ગરમીમાંથી ક્યારે મળશે રાહત?

સફદરજંગ વેધશાળામાં શનિવારના રોજ મહત્તમ તાપમાન 42.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે વર્ષના આ સમય માટે સામાન્ય કરતાં આઠ ડિગ્રી સેલ્સિયસ વધારેહતું.

ગુરુગ્રામનું તાપમાન 44.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સરેરાશ કરતાં 10 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. ગુરુગ્રામમાં એપ્રીલ મહિનામાં અત્યાર સુધીનું સૌથી વધુતાપમાન 28 એપ્રીલ, 1979ના રોજ 44.8 C નોંધાયું હતું.

IMDએ જણાવ્યું હતું કે, મંગળવારથી વાદળછાયા આકાશને કારણે આકરી ગરમીમાંથી થોડી રાહતમળવાની અપેક્ષા છે. છેલ્લા અઠવાડિયાથી દિલ્હી-એનસીઆરના ભાગોમાં ગરમ​પવનો ફૂંકાઈ રહ્યા છે અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે.

એપ્રીલમાં જ તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો

એપ્રીલમાં જ તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો

સ્કાયમેટ વેધરના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પલાવતે જણાવ્યું હતું કે, તે અસામાન્ય છે કે એપ્રિલના પ્રથમ 10 દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં મહત્તમતાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે.

દિલ્હીમાં એપ્રીલમાં સામાન્ય કરતાં વધુ ગરમ દિવસો રહેવાની સંભાવના છે.પાલાવતે કહ્યું કે દિલ્હીમાં આ મહિનામાં ત્રણ દિવસ ગરમ હવા નોંધાઈ છે અને આ સ્થિતિ હજૂ બે-ત્રણ દિવસ સુધી ચાલુ રહી શકે છે.

જ્યારે મહત્તમ તાપમાન 40 Cકરતાં વધી જાય અને સામાન્ય કરતાં ઓછામાં ઓછું 4.5 C વધારે હોય ત્યારે મેદાનો માટે 'ગરમ પવન'ની સ્થિતિ જાહેર કરવામાં આવે છે.

IMD અનુસાર, જ્યારેતાપમાન સામાન્ય કરતા 6.4 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય ત્યારે 'અત્યંત ગરમ હવા'ની સ્થિતિ સર્જાય છે.

English summary
For the first time in 72 years, such an intense heat, Orange alert issued.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X