એક જ પરિવારના ચાર સભ્યો ઘરમાંથી મૃત હાલતમાં મળ્યા, મૃતકોમાં 2 બાળકો પણ શામેલ

દેશની રાજધાની દિલ્હીના સમયપુર બદલી વિસ્તારમાં મંગળવારની સવારે બે બાળકો સહિત એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા, પોલીસે આ અંગે માહિતી આપી હતી.

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીના સમયપુર બદલી વિસ્તારમાં મંગળવારની સવારે બે બાળકો સહિત એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા, પોલીસે આ અંગે માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે, અમિત કુમાર (30), તેમની 25 વર્ષની પત્ની અને છ વર્ષની પુત્રી અને ત્રણ વર્ષનો પુત્ર ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

delhi crime news

આ સાથે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, મૃત્યુનું કારણ હજૂ સુધી જાણી શકાયું નથી. જો કે, પ્રાથમિક દ્રષ્ટિએ તે આત્મહત્યા અને ઝેર પીવાની ઘટના હોવાનું જણાય છે. જો કે, પોસ્ટમોર્ટમ બાદ જ મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ કેસની તમામ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે અને એ પણ જાણવામાં આવી રહ્યું છે કે, જો આ આત્મહત્યાનો કેસ છે, તો કયા સંજોગો અને ક્યા કારણોસર સમગ્ર પરિવારને આ પગલું ભરવાની ફરજ પડી છે.

આ સાથે તેમણે જણાવ્યું કે, આ પરિવારના એક સંબંધીએ સવારે પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X