For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજનાથ બન્યાં ભાજપના નવા અધ્યક્ષ, મોદીએ પાઠવી શુભેચ્છા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rajnath-modi
નવી દિલ્હી, 23 જાન્યુઆરી: ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરીએ મંગળવારે પોતાના પદેથી રાજીનામું આપી પાર્ટીના શીર્ષ પદની દોડમાં બહાર થઇ ગયા છે અને તેમની જગ્યાએ રાજનાથ સિંહને નવા પાર્ટી અધ્યક્ષ તરીકે પસંદ કરવાની સંભાવના છે.

Upadate: 12:11 AM

ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રાજનાથ સિંહ બિન હરિફ ચુંટાઇ આવ્યા છે. હવે તે પક્ષમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પક્ષમાં સેવા આપશે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે શ્રી રાજનાથસિંહની વરણી માટે આજે સવારે ટેલીફોન ઉપર હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.

Upadate: 11:00 AM

રાજનાથ સિંહ આજે સવારે 11.30 વાગે નામાંકન પત્ર ભરશે

ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહ બીજીવાર પાર્ટીના અધ્યક્ષ બનશે તે નક્કી થઇ ગયું છે. બુધવારે ભાજપ સંસદીય દળની બેઠકમાં રાજનાથ સિંહના નામ પર મહોર લગાવી દિધી છે. રાજનાથ સિંહ આજે સવારે 11.30 વાગે નામાંકન પત્ર ભરશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપમાં ઝડપી બદલાઇ રહેલા ઘટનાક્રમ વચ્ચે મંગળવાર સાંજે પાર્ટીના વરિષ્ટ નેતાઓની બેઠક દરમિયાન નિતિન ગડકરીને જગ્યાએ બીજા કોઇને અધ્યક્ષ બનાવવાનો નિર્ણય થયો હતો. ત્યાબાદ નિતિન ગડકરી પોતાના પદેથી રાજીનામું આપી દિધું હતું. મોડી રાત્રે નિતિન ગડકરીએ જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે તે ઇચ્છતા નથી તેમના વિરૂદ્ધ લાગેલા આરોપોની અસર પાર્ટીના હિતો પર વર્તાઇ.

નિતિન ગડકરીએ કહ્યું હતું કે 'હું ભાજપ અધ્યક્ષ પદના બીજા કાર્યકાળ માટે દાવેદારી ન કરવાનો નિર્ણય કરું છું.' સૂત્રોના જણાવ્યા અનુસાર આજે પાર્ટી નેતાઓની બેઠકમાં રાજનાથ સિંહને અધ્યક્ષ પદના ઉમેદવાર બનાવવા પર સહમતિ દર્શાવવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નિતિન ગડકરી બુધવારે પાર્ટીના શીર્ષ પદ માટે 62 વર્ષીય રાજનાથ સિંહના નામનો પ્રસ્તાવ રાખશે. રાજનાથ સિંહે પહેલાં પણ પાર્ટીના અધ્યક્ષ રહી ચૂક્યાં છે અને તેમને પણ નિતિન ગડકરીની જેમ સંઘના ખાસ માનવામાં આવે છે. નિતિન ગડકરીએ પોતાના નિવેદનમાં દાવો પણ કર્યો છે કે તેમને કશું ખોટું કર્યુ નથી.

તેમને કહ્યું હતું કે 'તેમછતાં યુપીએ સરકાર મને અને મારી પાર્ટીને નુકસાન પહોંચાડવાના હેતુથી મારા વિશે દુષ્પ્રચાર કરવનો નિર્ણય કરતી રહી છે. મે હંમેશા કહ્યું છે કે હું કોઇપણ સ્વતંત્ર તપાસ માટે તૈયાર છું.' આ દરમિયાન બુધવારે સવારે 9.30 વાગે ભાજપ સંસદીય બોર્ડની બેઠક બોલાવવમાં આવી છે જેમાં આ નવા ઘટનાક્રમ પર વિચાર કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

English summary
In a new twist to the tale, Nitin Gadkari, facing allegations of dubious funding of his company, was on Tuesday forced out of the race for BJP president's post and Rajnath Singh emerged the consensus choice for the office.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X