For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે 24 કલાકની અંદર થઇ શકે છે લગ્ન નોંધણી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 મેઃ પાસપોર્ટ અને રેલવે ટીકિટની જેમ હવે તમે લગ્નનું પ્રમાણપત્ર પણ 24 કલાકમાં હાંસલ કરી શકો છો. આ માટે તત્કાળ સેવાનો ઉપયોગ કરવો પડશે. આ સેવાની ફી 10 હજાર રૂપિયા છે. દિલ્હી સરકારના રાજસ્વ વિભાગે તત્કાળ સેવા શરૂ કરી છે, જેમાં લગ્ન નોંધણીને મહત્વ આપવામાં આવશે અને એક જ દિવસમાં લગ્નના પ્રમાણ પત્ર જારી કરી દેવામાં આવશે.

marriage-certificate
દિલ્હી સરકારના રાજસ્વ વિભાગમાં સચિવ ધર્મપાલે જણાવ્યું કે, દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટના 2006ના આદેશના અનુપાલન માટે લગ્નના 60 દિવસની અંદર લગ્ન નોંધણીને અનિવાર્ય કરી દીધું છે. તત્કાળ સેવા એ લોકોના દસ્તાવેજોને પ્રાથમિકતા આપશે જે ઝડપથી પ્રમાણ પત્ર ઇચ્છે છે. ધર્મપાલે જણાવ્યું કે, આ સેવા 22 એપ્રિલથી કામ કરવા લાગી છે. આ હેઠળ નાગરિક પોતાના લગ્નની નોંધણી માટે 10 હજાર રૂપિયા ફી આપીને કરાવી શકે છે અને 24 કલાકમાં પ્રમાણપત્ર મેળવી શકે છે.

હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ સરકાર આવેદન માટે 100 રૂપિયા લે છે. વિશેષ લગ્ન કાયદામાં આવેદન ફી 150 રૂપિયા છે. આ ઉપરાંત લોકો આવેદન સાથે જમા કરવા માટે જરૂરી સોંગદનામા પર 400-500 રૂપિયા ખર્ચ કરે છે. ધર્મપાલ કહે છેકે, અમે તેના પર વિચાર કરી રહ્યાં છીએકે સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટ લગ્નની નોંધણી કરે. હાલ આ કામ અતિરિક્ત મજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, આવેદક વગર પરેશાની અને પારદર્શી રીતે પોતાનું આવેદન દિલ્હી સરકારના પોર્ટલથી કરી શકશે. પોર્ટલમાં આગામી મહિનાથી શરૂ થવાની આશા છે. આ પોર્ટલથી આવેદક નોંધણીનું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અને તેને તબક્કાવારથી આવેદન અંગે જણાવવામાં આવશે. ધર્મપાલે કહ્યું કે આવેદક પ્રયોગકર્તા પોતાના આવેદનની સ્થિતિ પણ જાણી શકશે.

English summary
Like passports and rail tickets, you can now get a marriage registration certificate issued within 24 hours, using a 'tatkal' service.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X