મને એક દિવસ માટે CBI-EDનો કંટ્રોલ આપો, અડધુ ભાજપ જેલમાં હશે - કેજરીવાલ

આમ આદમી પાર્ટી પર કથિત રૂપે જૂઠા કેસ કરવામાં આવી રહ્યા છે, તેમ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું.

આમ આદમી પાર્ટી પર કથિત રૂપે જૂઠા કેસ કરવામાં આવી રહ્યા છે, તેમ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું. આ સાથે ભાજપ પર નિશાન સાધતા તેમણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના નેતાઓ સામે 167 કેસ દાખલ કરવામાં આવ્યા છે. આમ છતા કોઇપણ તપાસ એજન્સી આપ નેતા દ્વારા કરવામાં આવેલા ખોટા કામને સાબિત કરી શકી નથી.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગત 7 વર્ષમાં ભાજપે આમ આદમી પાર્ટીના નેતાઓ પર 167 કેસ દાખલ કરાવ્યા છે. જેમાંથી એકપણ કેસને કોર્ટમાં મંજૂરી મળી નથી. આ સાથે 150 થી વધુ સમાં આપ નેતા મુક્ત થઇ ગયા છે, જ્યારે બાકીના કેસ પેન્ડિગ છે.

આપ નેતાઓ પાછળ 800 તપાસ એજન્સીના અધિકારીઓ

આપ નેતાઓ પાછળ 800 તપાસ એજન્સીના અધિકારીઓ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, 800 તપાસ એજન્સીના અધિકારીઓ માત્ર AAP નેતાઓ દ્વારા કરવામાં આવેલાખોટા કામો શોધવા માટે રોકાયેલા છે, પરંતુ તેઓને કંઈપણ મળ્યું નથી. એજન્સીઓને કોર્ટમાં ખેંચવામાં આવી રહી છે. કારણ કે, તેઓએખોટા કેસ દાખલ કર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાવા વિશે પૂછવામાં આવતા કેજરીવાલે જણાવ્યું હતું કે, મને 24 કલાક માટે CBIઅને ED આપો, અડધાથી વધુ ભાજપ જેલમાં ન હોય તો મને કહેજો.

રાજકીય પ્રેરિત છે આપ નેતાઓ સામેના તમામ કેસ

રાજકીય પ્રેરિત છે આપ નેતાઓ સામેના તમામ કેસ

દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈન ED દ્વારા દાખલ કરાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં છેલ્લા છ મહિનાથી જેલમાં છે.

બીજી તરફ એક્સાઇઝપોલિસી કૌભાંડમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને CBI FIRમાં આરોપી બનાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીનાકોમ્યુનિકેશન ઈન્ચાર્જ વિજય નાયર એક કેસના સંબંધમાં ઈડીની કસ્ટડીમાં છે.

આ તમામ બાબતો પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલેજણાવ્યું હતું કે, એક જ વાત છે, આ તમામ બાબતો માત્ર અને માત્ર રાજકારણથી પ્રેરિત છે. ભાજપ બદલો લેવા માટે આવું કરી રહ્યું છે.

આ ચૂંટણીનું વચન નથી, કેજરીવાલની ગેરંટી...

આ ચૂંટણીનું વચન નથી, કેજરીવાલની ગેરંટી...

કેજરીવાલે એમ પણ જણાવ્યું હતું કે, AAP પ્રચંડ બહુમતી સાથે MCD ચૂંટણી જીતવા જઈ રહી છે. આ ચૂંટણીનું વચન નથી,કેજરીવાલની ગેરંટી છે. MCDમાં AAPને 250 માંથી 230 થી વધુ બેઠકો મળશે. ભાજપને 20 થી ઓછી બેઠકો મળશે. ગુજરાતમાં પણમને લાગે છે કે, આમ આદમી પાર્ટી ચૂંટણી જીતી જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X