For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FDIની અગ્નિપરિક્ષા: લોકસભામાં આજે થશે વોટીંગ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 ડિસેમ્બર: મલ્ટીબ્રાંડ રિટેલ સેક્ટરમાં સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ)ના મુદ્દે લોકસભામાં આજે વોટીંગ થશે. યૂપીએ સરકાર માટે આ અગ્નિપરિક્ષા સમાન છે. આ મામલે મંગળવારે લોકસભામાં થયેલી ચર્ચા બાદ આજે થનાર મત વિભાજનમાં દ્રમુકે સરકારના પક્ષમાં જવાનો સંકેત આપ્યો છે તો બીજી તરફ સપા અને બસપાએ પણ પોતાના પત્તા ખોલ્યા નથી. ત્યારે ડીએમકેનું કહેવું છે કે તે સરકારની વિરૂદ્ધ વોટ કરશે નહી. મતદાનના એક દિવસ પહેલાં સરકારે કહ્યું છે કે ચિંતાની કોઇ વાત નથી અને બુધવાર સાંજ સુધી બધુ સ્પષ્ટ થઇ જશે.

મુખ્ય વિપક્ષી દળ ભાજપે પોતાના વલણ પર અડગ રહેતાં એફડીઆઇ વિકાસની સીડી નથી પરંતુ વિનાશરૂપી ખાડો છે. બીજી તરફ સરકારે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તે સત્તા પ્રાપ્ત કરવા રાજકરણ રમી રહી છે. તેમને કહ્યું હતું કે વિપક્ષનું ધ્યાન ખુરશી મેળવવામાં છે અને જ્યારે અમારું ધ્યાન જનતાની ભલાઇ પર છે. મત વિભાજનવાળા નિયમ હેઠળ ચર્ચાની શરૂઆત કરતાં ગઇકાલે વિપક્ષ નેતા સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે અમેરિકા અને યૂરોપીય સંઘ સહિત દુનિયાના કેટલાક દેશો એફડીઆઇ વિરૂદ્ધ આંદોલન કરી રહ્યાં છે અને ત્યાંની સરકારો નાના વેપારીઓના હિતોની સુરક્ષા માટે પગલાં ભર્યા છે, પરંતુ યૂપીએ સરકાર એકદમ વિરૂદ્ધ નિર્ણય લેવા માટે અડેલી છે. આ સાથે તેમને પ્રશ્ન કર્યો હતો કે ક્યાંય એફડીઆઇનો નિર્ણય ભષ્ટ્રાચારની ઉપજ તો નથી ને.

lok-sabha-during-parliaments-winter-session

તેમને કહ્યું હતું કે આખી દુનિયાનો અનુભવ છે કે જ્યાં-જ્યાં પણ મલ્ટી બ્રાંડ છૂટક વેચાણ ક્ષેત્રમાં એફડીઆઇ આવ્યો છે ત્યાં છૂટક બજાર સમાપ્ત થઇ ગયું છે. અમેરિકામાં સ્મોલ બિઝનેસ સેટર ડે યોજાય છે અને લોકો દર શનિવારે નાના વેપારીઓ પાસેથી ખરીદી કરવા જાય છે. તેમને સદનમાં વડાપ્રધાન મનમોહન સિંહને પ્રશ્ન કર્યો હતો કે હવે તમારો વિચારસણી કેમ બદલાઇ ગઇ શું વાત છે. તેમનું કહેવું છે કે અમેરિકા મિડીયામાં સમાચારો આવ્યાં છે કે વોલમાર્ટને છૂટક બજારમાં પ્રવેશ કરવા માટે કેટલાક દેશોને લાંચ આપી છે.

લોકસભામાં છૂટક વેચાણમાં એફડીઆઇના મુદ્દે મતદાનના એક દિવસ પહેલાં સરકારે કહ્યું છે કે ચિંતાની કોઇ વાત નથી અને બુધવાર સાંજ સુધી બધુ સ્પષ્ટ થઇ જશે. લોકસભાના નેતા અને ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ સંવાદદાતાઓને કહ્યું હતું કે ઘભરાવવાની કોઇ જરૂર નથી. બુધવાર સાંજ સુધી બધુ સ્પષ્ટ થઇ જશે અને પરિણામ આવી જશે.

English summary
A day after a fierce debate in Lok Sabha on the UPA government's decision to allow foreign direct investment or FDI in multi-brand retail, Centre’s major reform policy will be put to vote on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X