IMના 3 આતંકીઓ દિલ્હીમાં ઘૂસ્યા, હાઇ એલર્ટ જારી

સાઉદી અરબથી સુરક્ષા એજન્સીઓ દ્વારા મળેલી માહિતી અનુસાર દિલ્હીમાં હાઇ એલર્ટ જારી કરી દેવાયું છે. ગુપ્તચર એજન્સીઓ દ્વારા મળેલી માહિતી અનુસાર ઇન્ડિયન મુઝાહીદ્દીનના ત્રણ આંતકવાદીઓ દિલ્હીમાં બદઇરાદાથી પ્રવેશ્યા છે. તેમના નિશાના પર મેટ્રો ટ્રેઇન અથવા ટ્રેડ ફેર હોઇ શકે છે.
દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કોઇપણ અનિચ્છનીય બનાવને રોકવા માટે આવશ્યક પગલા ભરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આખા શહેરમાં બંદૂકધારી જવાનો સુરક્ષામાં મૂકી દેવામાં આવ્યા છે. તેમજ વાહનોની તપાસ માટે બેરિયર લગાવવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
