For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાઇકોર્ટે પોલીસને પૂછ્યું વારંવાર દિલ્હીમાં કલમ 144 કેમ?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 જાન્યુઆરી: દિલ્હી હાઇકોર્ટે બે અઠવાડિયા પહેલાં પેરામેડિકલની એક વિદ્યાર્થીની સાથે સામૂહિક બળાત્કારના વિરોધ પ્રદર્શન દરમિયાન શાંતિ જાળવી રાખવા માટે ઇન્ડિયા ગેટ અને તેની આસપાસ મનાઈ હુકમ લાગૂ કરવાના નિર્ણયને પડકાર ફેંકનાર જાહેરહિતની અરજી પર બુધવારે સુનાવણી કરી છે.

સુનાવણી દરમિયાન દિલ્હી હાઇકોર્ટે પોલીસને પ્રશ્ન પૂછ્યો હતો કે નવી દિલ્હીમાં વારંવાર કલમ 144 કેમ લગાવવામાં આવી. કોર્ટે એમ પણ પૂછ્યું હતું કે ગેંગરેપના વિરોધ પ્રદર્શન દરમિયાન વ્રિધ શાંતિપૂર્ણ હતો તો કાનૂન વ્યવસ્થા કેમ બનાવી રાખવામાં ના આવી. જો કે જાહેરહિતની અરજી પર દિલ્હી હાઇકોર્ટે ચૂકાદો પેન્ડીંગ રાખ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઇકોર્ટે ગેંગરેપના વિરોધ પ્રદર્શન દરમિયાન ઇન્ડિયા ગેટ અને તેની આસપાસ મનાઇ હુકમ લાગૂ કરવાના નિર્ણયને પડકાર ફેંકનાર જાહેર હિત અરજી પર સુનાવણી કરવા માટે થોડાં દિવસો પહેલાં સહમતિ આપી હતી. ન્યાયમૂર્તિ સિદ્ધાર્થ મૃદુલ અને ન્યાયમૂર્તિ પ્રતિભા રાણીની પીઠે આ મુદ્દે સુનાવણી માટે બુધવારે (બે જાન્યુઆરી)નો દિવસ કર્યો હતો. આ પહેલાં સંક્ષિપ્ત સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસ તરફથી અધિક સોલિસીટર જનરલ સિદ્ધાર્થ લૂથરાએ કલમ 144 લાગૂ કરવાને ન્યાય સંગત ગણાવતાં કહ્યું હતું કે સાર્વજનિક શાંતિ બનાવી રાખવા માટે આવું કરવું જરૂરી હતું.

delhi-gang-rape

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી નિવાસી વકીલ આનંદ કે મિશ્રાએ ગૃહ મંત્રાલય, દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસ વિરૂદ્ધ જનહિતની અરજી દાખલ કરી 22 ડિસેમ્બરે જાહેર કરવામાં આવેલા મનાઈ હુકમને અસંવૈધાનિક તથા અવૈદ્ય જાહેર કરવાનો અનુરોધ કર્યો હતો. જનહિતની માંગમાં કરવામાં આવી હતી કે સ્વતંત્રતાથી ફરવા અને શાંતિપૂર્વક રીતે એકત્રિત થવાના નાગરિકોના સંવૈધાનિક અધિકારોનું હનન કરવા માટે કાયદાનો દુરઉપયોગ કરવા માટે પ્રતિવાદિયો પર દંડ ફટકારવામાં આવે.

English summary
The Delhi High Court on Wednesday observed that Section 144 of CrPC under which prohibitory orders can be clamped will lose its "sanctity" if it is invoked by authorities "just like that" since there are rights to movement and speech and expression.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X