જાણો કેવી રીતે મળી શકો છો ભારતના વડાપ્રધાનને?

નવી દિલ્હી (વિવેક શુક્લા): શું તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માંગો છો? શું તમે તેમને પોતાના કોઇપણ મુદ્દાથી માહિતગાર કરવા માંગો છો? શું તમે તેમને દેશના હિત સાથે જોડાયેલા કોઇપણ મુદ્દાની સલાહ આપવા માંગો છો?

ચોક્કસ, તમારો ઇરાદો પવિત્ર છે. તમને વડાપ્રધાન મળશે, આ વાતની કોઇ ગેરેંટી આપી ન શકાય. કારણ તમે પોતે સમજો છો. દેશની 125 કરોડ વસ્તીવાળા દેશના વડાપ્રધાન માટે કોઇપણ નાગરિક મળવું સંભવ નથી. તેની આશા કરવી પણ નાઇંસાફી પણ હશે.

પરંતુ હાં અમે તમને એ જરૂર જણાવી શકીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કેવી રીતે કરી શકો છો. તેના માટે સૌથી પહેલાં તમારે એક પત્ર લખવો પડશે. આ પત્રને વડાપ્રધાન કાર્યાલયના સરનામા પર મોકલવાનો રહેશે.

narendra-modi

સરનામું છે- વડાપ્રધાન કાર્યાલાય, સાઉથ બ્લોક, રાયસીના હિલ, નવી દિલ્હી
ફોન- 011-23012312011-23012312, ફેક્સ-011-23019545011-23019545, 23016857

'મોકલનારનું સરનામું'ના સ્થાન પર પોતાનું નામ તથા પુરૂ સરનામું લખવાનું ભૂલશો નહી. તમારે પત્રમાં વડાપ્રધાનને મળવાનું સ્પષ્ટ કારણ બતાવવું પડશે. જો તમારું કારણ વ્યાજબી હશે, તો વડાપ્રધાન કાર્યાલય દ્વારા તમને કોલ કરવામાં આવશે. જો કે તમે જનતા દરબાર માટે પણ વડાપ્રધાન કાર્યાલયમાં અરજી કરી શકો છો. તેના માટે પત્રની ઉપર વિષયમાં જનતા દરબાર લખવું પડશે.

તમે તે દિવસની રાહ જરૂર જુઓ જ્યારે વડાપ્રધાન પોતાના નિવાસ પર જનતા દરબાર લગાવીને દેશન સામાન્ય લોકોને મળવાનું શરૂ કરશે. અત્યારે નરેન્દ્ર મોદીએ આ સિલસિલો શરૂ કર્યો નથી. હાં. આશા છે કે તે કરશે. તેમના પૂર્વવર્તી મનમોહન સિંહ પણ જનતા દરબાર લગાવતાં ન હતા. પરંતુ તેમના પહેલા ઘણા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને ચંદ્રશેખર જનતા સાથે પોતાના ઘરમાં અઠવાડિયામાં બે દિવસ મળતાં હતા. તે લોકોને મળતા હતા. તેમના સ્ટાફના લોકો સાથે જનતાના મુદ્દાઓને લેખિતમાં લેતા હતા અને તેના પર એક્શન પણ થતી હતી.

You'll need Skype CreditFree via Skype
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X