For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બળાત્કાર પીડિત વિદ્યાર્થિનીએ લખ્યું- 'મારે જીવવું છે મમ્મી'

|
Google Oneindia Gujarati News

rape
નવી દિલ્હી, 19 ડિસેમ્બર: દિલ્હીમાં રવિવારે ગેંગરેપનો શિકાર બનેલી વિદ્યાર્થિનીની હાલત નાજુક છે, સોમવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી આ વિદ્યાર્થિની પળેપળ મોત સામે લડી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે હિમ્મત દાખવીને આ છોકરીએ પોતાની માતાને એક સંદેશ લખ્યો છે.

આ યુવતી વેન્ટીલેટર પર છે, ડોક્ટરોનું કહેવું છે કે હજી તેના અંગે કઇ કહેવું મુશ્કેલ છે. આ યુવતી હજી પણ કંઇ બોલી શકતી નથી, પરંતુ તેણે હિમ્મત કરીને તેની માતાને એક સંદેશ મોકલ્યો છે. આ સંદેશમાં તેણે લખ્યું કે 'એ રાત્રે મારુ ક્રેડિટ કાર્ડ પણ જતું રહ્યું. એ હરામીઓ મારો મોબાઇલ પણ છીનવી ગયા. પરંતુ ઘરમાં મારો જૂનો મોબાઇલ પડ્યો છે તેનાથી મારા બે મિત્રોને ફોન કરીને કહી દેજે કે હું ત્રણ મહીના માટે બહાર ગઇ છું. અને મારે હજી જીવવું છે મમ્મી'

આ એક છોકરી હોવાનું દર્દ છે જેને સમજવું સરળ નથી. પરંતુ આ યુવતી આ દર્દને માત્ર વેઠી નથી રહી પરંતુ તેની સામે લડી પણ રહી છે. આ યુવતી પોતાના મિત્રો સાથે જવા તો માંગે છે પણ તે નથી ઇચ્છતી કે તેમને આ વાતની ખબર પડે.

આ યુવતીને નથી ખબર કે છેલ્લા બે દિવસથી આખો દેશ તેની પર અને તેના માટે ચર્ચા કરી રહ્યો છે, તેને એ પણ નથી ખબર કે તેની પડખે આખો દેશ ઊભો છે. જોકે કડવી વાસ્તવિકતા એ છે કે જે કોઇ છોકરીની સાથે આવી ઘટના ઘટે છે તે પહેલા આને છૂપાવવાની જ કોશિશ કરે છે.

English summary
Rape victim girl massage to her Mother that i want to live.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X