For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશને અર્થશાસ્ત્રી નહી યથાર્થવાદી વડાપ્રધાન જોઇએ છે: રાજનાથ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rajnath-singh
કલકત્તા, 12 માર્ચ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે સોમવારે કહ્યું હતું કે મોંઘવારી વિશે ચિંતામુક્ત 'અર્થશાસ્ત્રી વડાપ્રધાન'ના બદલે એક એવા 'યથાર્થવાદી વડાપ્રધાન' ની જરૂરત છે જે લોકોની ભાવનાઓને સમજી શકે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે દાવો કર્યો છે કે લોકસભાની ચુંટણીમાં ભ્રષ્ટાચાર કોંગ્રેસને ડૂબાડશે.

તેમને કહ્યું હતું કે સંવાદદાતાઓને કહ્યું હતું કે 'ભારતને એક યથાર્થવાદી વડાપ્રધાનની જરૂરિયાત છે જે સમસ્યાઓને સમજી શકે અને લોકો વિશે વિચારે. ભારતને એક એવા વડાપ્રધાનની જરૂરિયાત નથી જે મોંઘવારી વિશે ચિંતિત ન હોય.

રાજનાથ સિંહે કહ્યું હતું કે 'ગત નવ વર્ષોમાં આ સરકાર મોંઘવારીને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી છે. પ્રત્યેક ત્રણ મહિને વડાપ્રધાન મોંઘવારી ઓછી કરવાનો વાયદો કરે છે પરંતુ એવું કરતા નથી.

તેમને કહ્યું હતું કે કોંગ્રેસની ટીકા કરતાં કહ્યું હતું કે 'જેમ કે આપણે જાણીએ છીએ કે રામે રાવણનો વધ કર્યો અને ઓબામાએ ઓસામાને મારી નાખ્યો, તે પ્રમાણે ભ્રષ્ટાચાર કોંગ્રેસને ડુબાડશે.

રાજનાથ સિંહે કહ્યું હતું કે 'આ પાર્ટી (કોંગ્રેસ) લોકો વિશે ચિંતિત નથી પરંતુ ભ્રષ્ટાચારની શિખરે પહોંચી ગઇ છે. તેમને લોકસભા ચુંટણીમાં યોગ્ય જવાબ મળશે. રાજનાથ સિંહે કહ્યું હતું કે 'અટલ બિહારી વાજપેયે બતાવી દિધું હતું કે શાસન કેવી રીતે કરવામાં આવે છે. તે સતત છ વર્ષ સુધી મોંઘવારીને નિયંત્રણમાં કરવામાં સફળ રહ્યાં હતા. પરંતુ આ સરકાર મોંઘવારીને કાબૂ કરવામાં નિષ્ફળ રહી છે.

English summary
BJP president Rajnath Singh on Monday said the country needed a 'realistic PM' to understand the feelings of the people rather than an 'economist PM' who was not bothered about inflation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X