Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઇટલી પડ્યું નરમ, મરિન્સ આજે ભારત પરત ફરશે

નવી દિલ્હી, 22 માર્ચ: ઇટલી સાથે ચાલુ મરિન્સ વિવાદમાં ભારતને મોટી કૂટનીતિક સફળતા મળી છે. બે ભારતીય માછીમારોની હત્યાના આરોપનો સામનો કરી રહેલાં પોતાના બે મરિન્સને ઇટલીએ કાયદાકીય ટ્રાયલ માટે ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. આ બંને મરિન્સને એક વિશેષ વિમાનથી ભારત મોકલવામાં આવશે. બંને શુક્રવારે ભારત પરત ફરે તેવી સંભાવના છે. આ બંનેની ભારત પરત ફરવાનો સમયગાળા આજે પુર્ણ થઇ રહ્યો છે. આ પહેલાં ઇટલીના આ મરિન્સને ભારત પરત મોકલવાથી મનાઇ કરી દિધી હતી.

ભારતે ઇટલા આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. ઇટલી સરકારની દ્રારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ભારત તરફથી આ બંને મરિન્સને મૌલિક અધિકારોની રકાનું આશ્વાસન મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિવેદનમાં જણાવ્યા મુજબ મરિન્સ ભારત જવા માટે રાજી છે. ઇટલીના વડાપ્રધાન મોન્ટી મારિયોએ રક્ષા મંત્રી જિયામપાઅલો ડિ પાઅલો સાથે ગુરૂવારે બેઠક બાદ મરિન્સને ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો હતો.

marines

બંને મરિન્સ પર આરોપ છે કે ગત વર્ષે તેમને કેરલના સમુદ્ર કિનારે બે ભારતીય માછીમારોની હત્યા કરી દિધી હતી. આ હત્યાના આરોપોનો સામનો કરી રહીલા આ મરિન્સને ફેબ્રુઆરીમાં સુપ્રિમ કોર્ટે ઇટલીની ચુંટણીમાં ભાગ લેવા માટે પરવાનગી આપી હતી અને શરત મુકી હતી 4 અઠવાડિયામાં તેમને ભારત પરત ફરવું પડશે. પરંતુ ઇટલી ગયા બાદ તેમને ભારત પરત ફરવાની મનાઇ કરી દિધી હતી, ઇટલી સરકારે આને આંતરરાષ્ટ્રીય મુદ્દો ગણાવીને તેમનો સાથ આપ્યો હતો અને કહ્યું હતું કે આને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ઉકેલવામાં આવે.

ત્યારબાદ બંને દેશો વચ્ચે આ મુદ્દે વિવાદ શરૂ થઇ ગયો. ત્યારબાદ સુપ્રિમ કોર્ટે ઇટલીના રાજદૂર ડેનિયલ મેનચિનીને દેશ છોડવા પર મનાઇ ફરવાની દિધી હતી. જેની ઇટલી સરકારે ટીકા કરતાં કહ્યું હતું કે ભારત 1991ની વિયેના કન્વેન્શનનો ઉલ્લંઘન કરી રહી છે. યુરોપીય સંઘે ભારતના આ પગલાંની ટીકા કરી હતી. કોંગ્રેસ સુપ્રિમો સોનિયા ગાંધીએ ઇટલીને કડક શબ્દોમાં ચેતાવણી આપી હતી કે તે ભારતને નબળું ન સમજે. ભારતના રણનિતીક દબાણ આગળ નબળું પડતાં ઇટલીએ આ મરિન્સને ભારત મોકલવાનો નિર્ણય કર્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X