For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા નહી વિધાનસભાની જ ચૂંટણી લડશે કેજરીવાલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ઇકોનોમિક ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે દિલ્હીમાં જો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાઇ છે, તો તે વિધાનસભાની જ ચૂંટણી લડશે જો કે અરવિંદ કેજરીવાલે એમપણ કહ્યું હતું કે ચૂંટણી પહેલાં યોજાઇ તો તે સામાન્ય ચૂંટણીમાં ભાગ લઇ શકે છે કારણ કે પાર્ટી તેમના જ નેતૃત્વમાં ચૂંટણી લડશે.

અરવિંદ કેજરીવાલનું મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તેમનું ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતરવું નક્કી છે પરંતુ હવે આ હવે એ વાત નિર્ભર કરે છે કે પહેલાં લોકસભાની ચૂંટણી યોજાઇ છે કે વિધાનસભાની. અરવિંદ કેજરીવાલે હજું સ્પષ્ટ કર્યું નથી કે તે કઇ સીટ પરથી ચૂંટણી લડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી કોંગ્રેસના મોટા નેતાઓ વિરૂદ્ધ પોતાના ઉમેદવાર ઉતારી રહી છે. પાર્ટીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ કુમાર વિશ્વાસ, કપિલ સિબ્બલ વિરૂદ્ધ આશુતોષ અને સોનિયા ગાંધી વિરૂદ્ધ શાજિયા ઇલ્મીને ચૂંટણી મેદાન ઉતાર્યા છે. અરવિંદ કેજરીવાલે પોતાના ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બને છે તો મુકેશ અંબાણી આગામી પાંચ વર્ષો સુધી દેશ પર એ પ્રકારે શાસન કરતાં રહેશે, જે પ્રમાણે છેલ્લા દસ વર્ષોથી કરતાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલે ઇન્ટરવ્યુંમાં દાવો કર્યો હતો કે તેમની પાર્ટીના સત્તામાં આવ્યા બાદ દિલ્હીમાં ભ્રષ્ટાચાર ઓછો થયો છે.

arvind-kejriwal-629

ભ્રષ્ટાચારના મુદ્દા પર ભાજપના નેતા વિજેન્દ્ર ગુપ્તાનું કહેવું છે કે જો કોઇએ યુપીએ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારને ઉજાગાર કર્યા છે તે ભાજપની જ છે, ભલે તે કોલસા ગોટાળો હોય કે રાષ્ટ્રમંડળ રમત ગોટાળો. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં અરાજકતા જ ફેલાવી છે, જ્યારે જરૂરિયાત સારા વહિવટીતંત્રની હતી.

આ પહેલાં એક ચેનલમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલીએ કહ્યું હતું કે અમારું ભષ્ટ્રાચાર સામે લડવું મોડલ ગવર્નેસનું છે. અરાજકતા નથી. તેમણે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના વહિવટની નિંદા કરતાં કહ્યું હતું કે આમ જનતા માટે આ વહિવટ 'એક ખરાબ સપનાની માફક હતો'.

English summary
Aam Admi Party leader Arvind Kejriwal revealed in an interview that its not sure that I will contest in Lok Sabha election 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X