For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક હાઇકોર્ટે સોનિયા ગાંધી પાસે માંગ્યો જવાબ

|
Google Oneindia Gujarati News

sonia-gandhi
નવી દિલ્હી, 9 એપ્રિલ: એક કોંગ્રેસી કાર્યકર્તાની અરજી પર કર્ણાટક હાઇકોર્ટે કોંગ્રેસની રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે જવાબ માંગ્યો છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી ટિકીટ આપવા માટે સોનિયા ગાંધી રૂપિયા વસૂલી રહી છે.

કોર્ટે વી. શશિધરની અરજી પર સોનિયા ગાંધીની સાથે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જી. પરમેશ્વર ચૂંટણી પંચ પાસે પણ જવાબ માંગ્યો છે. અરજી કરનાર વી. શશિધર પોતે
પણ કોંગ્રેસી કાર્યકર્તા છે અને આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકના દાવેદાર છે, પરંતુ તેમની ફરિયાદ એ છે કે જે લોકો ટિકીટ લેવા માંગે છે તેમની પાસેથી 10-
10 હજાર વસૂલી રહ્યા છે.

અરજીકર્તાના વકિલે કોર્ટમાં અપીલ કરી છે કે તે ચૂંટણી પંચને આ પ્રક્રિયા રોકવાના નિર્દેશ આપે. આ અરજીમાં મામલાની સીબીઆઇ તપાસ કરાવવાની માંગ પણ
કરવામાં આવી છે.

English summary
The Karnataka High Court on Monday ordered issue of emergent notices to Sonia Gandhi and state PCC chief G Parameshwara on a petition seeking a probe into alleged collection of funds from party members seeking tickets for the May 5 state Assembly polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X