સોનિયા, રાહુલમાં હિંમત હોય તો ચર્ચા કરે: કેજરીવાલ

કેજરીવાલે કહ્યું હતું કે તેમને વડાપ્રધાન મનમોહન સિંહ, સોનિયા ગાંધી અને રોબર્ટ વાઢેરાને પણ પ્રશ્નો પૂછ્યાં હતા તેનો એકપણ જવાબ મળ્યો નથી. તેમને કહ્યું હતું કે જો હિંમત હોય તો વડાપ્રધાન સાહેબ, પૂપીએ અધ્યક્ષ અને રાહુલ ગાંધી અમારી સાથે ખુલીને ચર્ચા કરે.
આમ માનીએ તો કેજરીવાલની વાતમાં દમ છે. જો વાઢેરા પર લાગેલા આરોપો ખોટાં છે, સલમાન ખુર્શીદે કોઇ કૌંભાડ નથી કર્યું અને યૂપીએ સરકાર સંપૂર્ણ રીતે પાક છે તો ખુલીને ચર્ચા કરવામાં શું જાય છે. સંસદમાં વિપક્ષી દળો સાથે ચર્ચા કરવામાં કશું થતું ના હોય તો કેજરીવાલ સાથે ચર્ચા કરવામાં કઇ વાતનો ડર છે.
પ્રજાના મનમાં હાલ એ પ્રશ્ન ઉદભવે છે કે શું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ખુલીને ચર્ચા કરવાની તાકાત ધરાવે છે. અને જો ધરાવે છે તો શું તે ચર્ચા કરી શકશે શું કેજરીવાલને બધા પ્રશ્નોના જવાબ આપી શકશે. અત્યાર સુધી તો આ પ્રશ્નોના જવાબ નથી.












Click it and Unblock the Notifications
