કેજરીવાલના સ્પેશ્યલ 21 નહિ બની શકે સંસદીય સચિવ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દિલ્લી સરકારના સંસદિય સચિવ બિલને કેન્સલ કરી દીધુ છે. સંસદીય સચિવ તરીકે નિયુક્ત થયેલા આમ આદમી પાર્ટી પોતાના 21 સાંસદોને ઓફિસ ઓફ પ્રોફિટની શ્રેણીમાં આવી જતા કેજરીવાલ સરકાર આ બિલ લાવી હતી. આ બિલ મંજુરી માટે એલજી નજીબ જંગને મોકલવામાં આવ્યુ હતુ. જેને તેમણે કેન્દ્ર સરકારને મોકલ્યુ, ત્યાર બાદ આ બિલ રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યુ.

જો કે, રાષ્ટ્રપતિએ આ બિલને ઠુકરાવી દીધુ છે. જે રીતે આ બિલને પસાર કરવામાં આવ્યુ તે રીત યોગ્ય નથી જેથી તેના પર રોક લગાવવામાં આવી છે. પરિણામે આમ આદમી પાર્ટીના આ 21 સાંસદોની સભ્યતા ખતરામાં આવી ગઈ છે. 21 આમ આદમી પાર્ટીના વિધાયકોને સંસદિય સચિવ બનાવવામાં આવ્યા હતા. તો આ 21 સાંસદોની સભ્યતા કાયમ રખાશે કે શુ-એ મોટો પ્રશ્ન છે? રાષ્ટ્રપતિ દ્વારા આ બિલ કેન્સલ થતા કેજરીવાલ સરકારને નુક્શાન તો જરૂર થયું છે.

arvind kejriwal

રાષ્ટ્રપતિ દ્વારા આ બિલ કેન્સલ કરતા કેજરીવાલે મોદીને નિશાને લીધા છે. કેજરીવાલનુ કહેવુ છે કે, 'મોદી લોકતંત્રનુ સન્માન કરતા નથી. તેઓ માત્ર આમ આદમી પાર્ટીથી જ ડરે છે'. આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ઢાનુ કહેવુ છે કે, 'સાંસદ સચિવનુ પદ કોઈ લાભનુ પદ નથી. સાંસદોને આ પદ ને લગતી કોઈ સુવિધાઓ અપાતી નથી. તેમને આ જવાબદારી લોકહિત ખાતર અપાઈ છે. જેને લીધે તેઓ કોઈ વેતન લેતા નથી'.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X