લોકસભા માટે ભાજપની પ્રથમ યાદી જાહેર, 54 ઉમેદવારોનું એલાન

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 27 જાન્યુઆરી: ભાજપે ગુરૂવારે સાંજે લોકસભાની ચૂંટણી માટે 54 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દિધી છે. કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ઉમેદવારોના નામ પર ચર્ચા કરી પાંચ રાજ્યો માટે નામોની જાહેરાત કરી હતી. પાર્ટી હાલમાં 54 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં મહારાષ્ટ્ર માટે 16, પશ્વિમ બંગાળ માટે 17, અરૂણાચલ પ્રદેશની બંને સીટ અને ઓરિસ્સાની છ સીટ માટે પાર્ટીએ ઉમેદવાર નક્કી કરી દિધા છે.

નરેન્દ્ર મોદી પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર છે, પરંતુ આ વાતને લઇને પાર્ટીએ કોઇ જાહેરાત કરી નથી કે નરેન્દ્ર મોદી ક્યાંથી ચૂંટણી લડશે. યાદી અનુસાર હિમાચલ પ્રદેશના કાંગડાથી શાંતા કુમાર અને હમીરપુરથી અનુરાગ ઠાકુર ચૂંટણી લડશે. પાર્ટીએ જમ્મૂ અને કાશ્મીરમાં બારામૂલાથી ગુલામ મોહંમદ મીર અને અનંતનાગથી મુસ્તાક અહમદ મલિકના નામની જાહેરાત કરી છે.

advani-rajnath-modi

પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરી નાગપુરથી ચૂંટણી લડશે, જ્યારે ગોપીનાથ મુંડે બીડ, દિલીપ ગાંધી અહમદનગર, કિરીટ સોમૈય મુંબઇ ઉત્તર-પૂર્વ અને ગોપાલ શેટ્ટી મુંબઇ ઉત્તરથી ચૂંટણી લડશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે નાગપુર સીટ પર ક્યારેય જીત નોંધાવી નથી. ઉમેદવારોના નામની જાહેરાતને લઇને ગુરૂવારે યોજાયેલી બેઠકમાં વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ અને મુરલી મનોહર જોશી સહિત અન્ય નેતાઓએ ભાગ લીધો હતો.

English summary
The Bharatiya Janata Party released its first list of candidates for the upcoming General Elections on Thursday. Candidates for five states have been finalised in the first list.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.