For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં વિદ્યાર્થીની સાથે બળાત્કાર બાદ બનાવી બ્લૂ ફિલ્મ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર: આખો ચૂકાદાની રાહ જોઇ રહ્યો છે. બધાની નજરો આવતીકાલે દિલ્હી ગેંગરેપ પર આવનાર ચૂકાદા પર મંડાયેલી છે. લોકો ન્યાયની ઘડીઓ ગણી રહ્યાં છે. દામિની કેસના આરોપીઓને સજા અને તેને ન્યાય મળી જશે. કોર્ટે તેમને ઉંમરકેદ અથવા ફાંસીની સજા સંભળાવી હતી, પરંતુ શું આ આરોપીઓને સજા મળવાથી દિલ્હીની સ્થિતી બદલાઇ જશે? શું દિલ્હી સુધરી જશે? શું ફરીથી 16 ડિસેમ્બરની કાળે રાત ફરી આવે? શું મહિલાઓ આઝાદ થઇને પોતાના ઘરોની બહાર નિકળી શકશે?

તેનો જવાબ ના તો કોર્ટ આપી શકશે અને ના તો દિલ્હીની શીલા સરકાર. વારંવાર એવી ઘટનાઓ થાય છે. છોકરીઓ, મહિલાઓ અને બાળકીઓ સુરક્ષિત નથી. તાકો કિસ્સો દિલ્હી યુનિવર્સિટીનો છે. છોકરીના મિત્રએ તેની સાથે દગો કર્યો. તેને પોતાની હવસનો શિકાર બનાવી અને તેને બ્લેકમેલ કરવા માટે તેના અશ્લિલ ફોટા બનાવ્યા. મિત્રતાને કલંકિત કરનારી આ ઘટના દિલ્હીના હૈજખાસ વિસ્તારની છે. જ્યાં 19 વર્ષની દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થીની સાથે તેના મિત્રએ હેવાનિયત ગુજારી હતી.

delhi-gangrape-protest

દિલ્હી યુનિવર્સિટીના એક કોલેજમાં અભ્યાસ કરનાર આ વિદ્યાર્થીની સાથે તેના એક મિત્રએ બળાત્કાર ગુજાર્યો. બંને એક બીજાને 10મા ધોરણથી ઓળખતા હતા. છોકરીને ફસાવીને તેને તેની સાથે એક વર્ષ પહેલાં દુષ્કર્મ આચર્યું અને તેની બ્લૂ ફિલ્મ બનાવી લીધી. તે છોકરીને આ અશ્લિલ ફિલ્મને ફેસબુક પર અપલોડ કરવાની ધમકી આપી તેની પાસેથી પૈસા માંગતો હતો. છોકરી ચુપચાપ તેની માંગોને પુરી કરતી હતી, પરંતુ ધીરે-ધીરે તેની ડિમાંડ વધવા લાગી. તે વારંવાર તેની સાથે આ ક્લિપની ધમકી આપીને શારીરિક સંબંધ બનાવતો અને પૈસા પણ વસૂલતો હતો.

જ્યારે છોકરી તેની માંગણીને પુરી કરવામાં અસમર્થ થઇ ગઇ તો તેને મજબૂર થઇને આ વધી વાત પરિવારજનોને કરી. પીડિત છોકરીના ઘરવાળાઓએ તાત્કાલિક પોલીસ ફરિયાદ કરી. છોકરીના નિવેદનના આધારે પોલીસે કેસ દાખલ કરી છોકરાને તેના ઘરેથી ઝડપી પાડી અશ્લિલ વિડિયો પણ જપ્ત કરી લીધો હતો. છોકરાએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. પોલીસ જલદી જ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવાની છે.

English summary
A 19-year-old Delhi University student was allegedly raped and blackmailed by her friend in Hauz Khas area of South Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X