દારૂડીયાને જેલ નહી પણ મંદિરમાં સેવા કરવાની સજા ફટકારી

judgement
નવી દિલ્હી, 9 ડિસેમ્બર: દારૂ પીને ટ્રક ચલાવવાના ગુનામાં કોર્ટે ગુનેગારને જેલની સજા ફટાકરવાના બદલે બે મહિના સુધી મહિનામાં એક દિવસ મંદિરમાં સમાજસેવા કરવાનો આદેશ કર્યો હતો.

ન્યાયાધિશ વિરેન્દ્ર ભટ્ટે ઉત્તર પ્રદેશના રહેવાસી ટ્રક ચાલક ફૂલ રામને વીસ દિવસની જેલની સજાના આદેશને રદ કરતાં કહ્યું હતું કે તેને જેલ મોકલવામાં આવતાં તેની નોકરી અને ઘર પરિવાર પર અસર પડશે. અદાલતે કહ્યું હતું કે અપીલકર્તા ફૂલરામ 30 વર્ષનો યુવક છે અને તે ખાનગી ક્ષેત્રમાં નોકરી કરે છે. તેના પરિવારની દેખભાળ કરનાર તે એકલો જ છે. માટે તેને જેલમાં મોકલવાથી તેની નોકરી જ નહી પણ તેના પરિવારને પણ અસર વર્તાશે.

કોર્ટે ફૂલરામને પ્રોબેશન પર છોડ્યા બાદ હુકમ કરતાં કહ્યું હતું કે તેને બે મહિના સુધી અઠવાડિયામાં એક દિવસ ઝંડેવાલાન નજીક આવેલ કાત્યાયની મંદિરમાં સામુહિક સેવા કરવી પડશે. ફૂલરામને મેજિસ્ટ્રેટની કોર્ટમાં 26 ઑક્ટોબરે આદેશને પડકાર્યો હતો.

ફૂલરામને દક્ષિણ પશ્વિમ દિલ્હી વિસ્તારમાં નશાની હાલતમાં ટ્રક ચલાવતાં ઝડપાયો હતો. કોર્ટે તેને 20 દિવસ સુધી જેલ સજા સાથે તેને 4600 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ફૂલરામના વકિલે કોર્ટમાં કહ્યું હતું કે આ ઘટના બાદ તેમના અસીલ શિખામણ મળી છે અને હવે તે આવી હરકત નહી કરે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X