For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનમોહન સિંહ આપશે રાજીનામું, રાહુલ બનશે વડાપ્રધાન!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 ડિસેમ્બર: એક મોટા સમાચાર ટેલિગ્રાફ સમાચાર પત્ર દ્વારા આવી રહ્યાં છે લોકસભાની ચૂંટણી પહેલાં દેશના વડાપ્રધાન મનમોહન સિંહ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી શકે છે અને તેમની જગ્યાએ વડાપ્રધાનને ખુરશી પર કોંગ્રેસના શહેજાદા રાહુલ ગાંધીને બેસાડવામાં આવી શકે છે. સમાચાર પત્રનું માનીએ તો મનમોહન સિંહ 3 જાન્યુઆરીના રોજ પોતાના પદેથી રાજીનામું આપી શકે છે.

કહેવામાં આવે છે કે લોકસભા ચૂંટણી પહેલાં મનમોહન સિંહનું આ પગલું રાહુલ ગાંધીને વડાપ્રધાન પદ માટે પ્રોજેક્ટ કરવા માટે કરવામાં આવી રહ્યું છે. જો કે સમાચાર પત્રએ લખ્યું છે કે કોંગ્રેસની ચારેય વિધાનસભાની ચૂંટણીમાં હારના કારણે મનમોહન સિંહ આ પગલું ભરવા જઇ રહ્યાં છે કારણ કે રાજ્ય સરકારે પોતાની હાર માટે વડાપ્રધાન મનમોહન સિંહને જવાબદાર ગણાવતાં તેમના માથે દોષનો ટોપલો ઠાલવ્યો છે.

manmohan-singh-latest-609

કોંગ્રેસ પ્રવક્તા અખિલેશ યાદવ સિંહે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં આ દરેક બાબતોને નકારી કાઢી હતી અને આ સમાચારને મીડિયાના દિમાગની ઉપજ ગણાવી છે. તો બીજી તરફ પીએમઓ ઓફિસ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ બધી બાબતો ખોટી છે.

જો કે તમને જણાવી દઇએ કે 17 જાન્યુઆરીના રોજ કોંગ્રેસ પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવારના નામની જાહેરાત થવાની છે જેમાં રાહુલ ગાંધીના નામ પર મોહર લાગે તેવી શક્યતા છે.

English summary
According Telegraph, Prime Minister Manmohan Singh is said to be weighing the several pros and as many cons of stepping aside months before the Lok Sabha polls to facilitate Rahul Gandhi’s formal anointment at the top.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X