MCD Results 2022 : આમ આદમી પાર્ટીને 42 ટકા મત, જાણો કઈ પાર્ટીને કેટલા ટકા મત?

લાંબા સમયથી વિવાદોમાં પડેલી દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણી પુરી થઈ ગઈ છે અને આમ આદમી પાર્ટીએ ધમાકેદાર જીત મેળવીને બીજેપીને સત્તામાંથી દુર કરી દીધી છે.

નવી દિલ્હી : લાંબા સમયથી વિવાદોમાં પડેલી દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણી પુરી થઈ ગઈ છે અને આમ આદમી પાર્ટીએ ધમાકેદાર જીત મેળવીને બીજેપીને સત્તામાંથી દુર કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ મોટી જીત મેળવતા 134 સીટ સાથે દિલ્હી એમસીડી સત્તા પર કબ્જો કર્યો છે. અહીં એક સારી બાબત એ સામે આવી છે કે આમ આદમી પાર્ટી સામે બીજેપી પણ મજબુત રીતે વિપક્ષમાં હશે. હવે દિલ્હી એમસીડીમાં મોટી બબાલો જોવા મળે તો નવાઈ નહીં.

delhi

આ ચૂંટણીમાં એક મોટી વાત જોવા મળી છે. આ ચૂંટણીમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેના વોટશેરમાં માત્ર 3 ટકાનો ફેર જોવા મળ્યો છે. સામાન્ય રીતે આ તફાવત મોટો હોય છે.

વોટશેરના આંકડા પર નજર કરીએ તો, આમ આદમી પાર્ટીને 42.05 ટકા મત મળ્યા છે. બીજી તરફ કોંગ્રેસને માત્ર 11.68 ટકા મત મળ્યા છે. દિલ્હીમાં ઔવેસીની પાર્ટીને પણ 0.62 ટકા મત મળ્યા છે. સૌથી મોટી વાત એ છે કે, દિલ્હીના મતદારોએ ઓવૈસીની પાર્ટી કરતાં NOTAને વધુ મત આપ્યા છે. આ સિવાય માયાવતીની બહુજન સમાજ પાર્ટીને પણ મતદારોએ નકારી છે અને માત્ર 1.80 ટકા મત આપ્યા છે.

દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં 15 વર્ષથી સત્તામાં રહેલી બીજેપીને 39.09 ટકા મત મળ્યા છે. જે સત્તામાં આવેલી આમ આદમી પાર્ટી કરતા માત્ર 3 ટકા ઓછો છે. અહીં આમ આદમી પાર્ટીને 42.5 ટકા મત મળ્યા છે. દિલ્હીમાં જેડીયુ પણ મેદાનમાં હતી, જો કે તેને માત્ર 0.16 ટકા મત મળ્યા છે. આ સિવાય સમાજવાદી પાર્ટી માત્ર 0.01 ટકા મત મેળવી શકી છે. અહીં રાષ્ટ્રીય લોકદળને 0.09 ટકા મત મળ્યા છે. સૌથી મોટી વાત એ છે કે, જો આ પાર્ટીઓ ન હોત તો બીજેપી સત્તા પણ મેળવી લેતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X