અમૃતસરમાં અરૂણ જેટલીના રોડ શો દરમિયાન અકસ્માત

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

અમૃતસર, 18 માર્ચ: અમૃતસરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના નેતા અરૂણ જેટલીના કાફલામાં અકસ્માત થઇ ગયો છે. રોડ શો દરમિયાન અચાનક બલૂન ફાટી જવાથી આગની જ્વાળા ફાટી નિકળી હતી જેની વરાળ અરૂણ જેટલીના કાફલા સુધી પહોંચી ગઇ. સાવચેતીના રૂપે અરૂણ જેટલીના ચહેરા પર પાણીના છાંટા નાખવામાં આવ્યા હતા. હવે સ્થિતી સામાન્ય છે. હજુ સુધી અકસ્માતનું કારણ જાણી શકાયું નથી.

આ અકસ્માતમાં કોઇપણ જાતના અકસ્માતના સમાચાર નથી. અરૂણ જેટલી આ વખતે પંજાબના અમૃતસર સીટ પરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખી આજે તે રોડ શો કરી રહ્યાં હતા, તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

arun-jaitley-

અરૂણ જેટલીનું અમૃતસરમાં શાનદાર સ્વાગત
આ પહેલાં પહેલીવાર લોકસભા ચૂંટણી લડવાના મુદ્દે ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીના અમૃતસર પહોંચતાં તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. તે અમૃતસરથી ચૂંટણી ચૂંટણી લડશે જ્યાંથી નવજોત સિંહ સિદ્ધૂ વર્તમાન છે.

મંગળવારે બપોરે અરૂણ જેટલીના પહોંચતાં તેમનું સ્વાગત કરવા માટે સત્તારૂઢ અકાળી દળના નેતૃત્વ અને સ્થાનિક ભાજપના નેતા હાજર હતા. જો કે ત્રણવાર સાંસદ રહી ચૂકેલા નવજોત સિંહ સિદ્ધૂ હાજર ન હતા. શનિવારે ભાજપે આ સીટ પરથી અરૂણ જેટલીને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત નવજોત સિંહ સિદ્ધૂએ કહ્યું હતું કે અરૂણ જેટલી તેમના ગુરૂ છે. નવજોત સિંહ સિદ્ધૂ અકાળી દળની ટીકા કરતા રહ્યાં છે. નવજોત સિંહ સિદ્ધૂએ શનિવારે કહ્યું હતું કે પાર્ટી જો પણ નિર્ણય કરશે તે સ્વિકાર કરીશું, પરંતુ સ્પષ્ટ કર્યું હતું કે તે ક્યાંથી પણ ચૂંટણી નહી લડે.

અમૃતસરના રાજાસાંસી હાવાઇ મથક પર અરૂણ જેટલીના નેતૃત્વની આગેવાની કરવામાં પંજાબના કેબિનેટ મંત્રી વિક્રમ મજેઠિયાની સાથે પાર્ટી કાર્યકર્તા, ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અનિલ જોશી સહિત ભાજપના સ્થાનિક નેતા સામેલ છે. હવાઇ મથકથી સુવર્ણ મંદિરના રસ્તામાં અરૂણ જેટલીનું શાનદાર કરવામાં આવ્યું હતું જ્યાં તે માથું ટેકવા ગયા હતા.

English summary
A minor mishap disrupted the roadshow of Arun Jaitely, BJP's Lok Sabha candidate from Amritsar parliamentary constituency on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X