For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'કોંગ્રેસના મોદી ફોબિયાની કિંમત આઇબીને ચૂકવવી પડશે'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

gujarat-chief-minister-modi
નવી દિલ્હી, 4 જૂન: ભાજપે કહ્યું હતું કે ઇશરત જહાં એંકાઉન્ટર કેસમાં ઇન્ટેલિજન્સ બ્યૂરોને પૂછપરછ કરવા સંબંધી સીબીઆઇના પગલાંના કારણે કોંગ્રેસનું કદ મોદી ફોબિયાને લીધે વધી રહ્યું છે.

રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલીએ એક લેખમાં કહ્યું હતું કે કોંગ્રેસના મોદી ફોબિયાની કિંમત હવે ઇન્ટેલિજન્સ બ્યૂરોને (આઇબી)ને ચૂકવવી પડશે. આઇબીના વરિષ્ઠ અધિકારી સાથે પૂછપરછ કરવામાં આવશે. તેમની પાસે ગુપ્ત જાણકારી એકત્ર કરવાની રીતભાતને લઇને વિસ્તારપૂર્વક પૂછવામાં આવશે. ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે અપનાવવામાં આવેલી પદ્ધતિની કાયદાકીય વૈધતાને લઇને તેમને સવાલ પૂછવામાં આવી શકે છે.

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા આ લેખમાં અરૂણ જેટલીએ કહ્યું છે કે આઇબી જ હતું જેને લશ્કર-એ-તોઇબાના આ મોડ્યુલ વિશે માહિતી આપી હતી, જે ઇશરત જહાંનો એક ભાગ હતો. મુંબઇમાં 2008ના આતંકી હુમલાના આરોપી ડેવિડ હેડલીની પણ પુષ્ટિ કરી હતી કે ઇશરત લશ્કરની સભ્ય છે. ઇશરતની માતા દ્વારા જનહિતની અરજી દાખલ કર્યા બાદ કોંગ્રેસને આ મુદ્દો ઉખેડવાની તક મળી ગઇ છે.

અરૂણ જેટલી આરોપ લગાવ્યો છે કે સરકાર રાજકીય ઉદ્દેશ્યો માટે સીબીઆઇનો દુરૂઉપયોગ કરતી આવી છે અને આ કેસ પણ એવો જ છે. તેમને કહ્યું હતું કે હવે આઇબી દ્વારા એકત્ર કરવામાં આવેલી ગુપ્ત માહિતીની જાણકારીની વૈધતાને લઇને પ્રશ્નો કરવામાં આવશે.

English summary
BJP on Tuesday charged that growing phobia of Narendra Modi in Congress was behind CBI move to question IB in the Ishrat Jahan case and said such "misuse" of government institutions for political purposes will destroy them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X