ભાજપ સંસદીય બોર્ડની બેઠક આજે, મોદીની નવી ટીમની થઇ શકે છે જાહેરાત

મળતી માહિતી મુજબ ભાજપ પોતાના ચૂંટણી એજન્ડા (મિશન 2014) ઉપરાંત ચૂંટણી સમિતિઓને પણ અંતિમ રૂપ આપી શકે છે. આ બેઠક પહેલાં સર સંઘચાલક મોહન ભાગવત પણ દિલ્હી પહોંચ્યા છે. તેમના આગમન પછી ભાજપમાં સંસદીય બોર્ડના એજન્ડાને લઇને અટકળો તેજ થઇ ગઇ છે.
બીજી તરફ ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહના ઘરે પાર્ટીના મુખ્ય નેતાઓનો જમાવડો જામ્યો છે. પાર્ટીની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદી સંસદીય બોર્ડની બેઠકના એક દિવસ પહેલાં એકતાનો સંદેશ આપનાર રાજનાથ સિંહના ઘરે પહોંચ્યા અને ચૂંટણીની રણનિતી વિશે વિચાર વિમર્શ કરી.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાન સાથે જોડાયેલા કામની વહેંચણી અને તે મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બુધવારે રાત્રે અહીં પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ તે મુદ્દાઓ પર ચર્ચા કરી હતી જે મુદ્દાઓને લઇને ભાજપ કોંગ્રેસને ટક્કર આપવાની છે. આ બેઠકમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલી પણ ઉપસ્થિત હતા.
નરેન્દ્ર મોદી અને અરૂણ જેટલીની મુલાકાત એવા સમયે થઇ છે કે જ્યારે એક દિવસ પહેલાં જ મુખ્યમંત્રી નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતને મળ્યા હતા. ભાજપ અને સંસદીય બોર્ડની બેઠક બાદ આજે પોતાના મહાસચિવો અને અન્ય પદાધિકારી માટે જવાબદારી વહેંચાવી જાહેરાત કરી શકે છે. પાર્ટીના ટોચના નીતિનિર્ધારકોની ટુકડી અંગે સંસદીય બોર્ડ પાંચ ઓગષ્ટના રોજ થરૂ થઇ રહેલા મોનસૂન સત્રમાં ભાજપાની રણનિતી પર ચર્ચા કરશે. ખાદ્ય સુરક્ષા બિલ અને અર્થવ્યવસ્થા એવા મુખ્ય મુદ્દાઓ છે જેને ભાજપ સત્રમાં જોરશોરથી ઉઠાવવાનું મન બનાવી લીધું છે.












Click it and Unblock the Notifications
