Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

MCD Election Results 2022 : MCDની જીત સાંસદ સંજય સિંહે બોલ્યા - 2024ની ચૂંટણી કેજરીવાલ અને મોદી વચ્ચે લડાશે

MCD Election Results 2022 : દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન 2022ની ચૂંટણીના સત્તાવાર પરિણામો જાહેર થયા નથી, પરંતુ આમ આદમી પાર્ટીને આ ચૂંટણીમાં ઐતિહાસિક જીત મળતી જોવા મળી રહી છે.

MCD Election Results 2022 : દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન 2022ની ચૂંટણીના સત્તાવાર પરિણામો જાહેર થયા નથી, પરંતુ આમ આદમી પાર્ટીને આ ચૂંટણીમાં ઐતિહાસિક જીત મળતી જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં કેજરીવાલની આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 106 બેઠકો જીતી છે અને 26 બેઠકો પર આગળ ચાલી રહી છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ 84 સીટો જીતી છે અને 20 સીટો પર આગળ છે.

MCD Election Results 2022

AAP નેતાઓ આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીત પર ખુશી વ્યક્ત કરતા નિવેદનો જાહેર કરી રહ્યા છે. AAP સાંસદ સંજય સિંહ, જેઓ હંમેશા ભાજપ પર કટાક્ષ કરતા રહે છે, તેઓ પણ આમ આદમી પાર્ટીની આ જીતથી ઉત્સાહિત જોવા મળ્યા હતા.

MCD ચૂંટણીમાં AAP ની જીત પર ખુશી વ્યક્ત કરતા AAP સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે, અત્યાર સુધી BJP કહેતી હતી કે, AAP માત્ર કોંગ્રેસને હરાવી શકે છે, પરંતુ આજે અરવિંદ કેજરીવાલે તેમની આ વાતનો સણસણતો જવાબ આપ્યો છે. આજે આમ આદમી પાર્ટી ભાજપને હરાવવા જઈ રહી છે.

કેજરીવાલે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે, જ્યાં 15 વર્ષ સુધી ભાજપનું શાસન હતું. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના17 કેન્દ્રીય પ્રધાનો, 8 મુખ્યપ્રધાનો અને 100 સાંસદોએ તેમની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી, તેમ છતાં AAP જીતી રહી છે. હવે લોકસભા 2024ની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ અને નરેન્દ્ર મોદી વચ્ચે લડાશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X