Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મુંબઇ બ્લાસ્ટ: 'મુન્નાભાઇ ચલે જેલ' 5 વર્ષની સજા, યાકુબને ફાંસી

sanju-baba
નવી દિલ્હી, 21 માર્ચ: મુંબઇમાં 1993માં થયેલા બોમ્બ વિસ્ફોટમાં બોલીવુડની નજર સુપ્રિમ કોર્ટના ચુકાદા પર મંડાયેલી છે. આજે સુપ્રિમ કોર્ટ સંજય દત્તના ભાગ્યનો ફેંસલો કરશે. મુંબઇની ટાડા કોર્ટે સંજય દત્તને આર્મ્સ એક્ટ હેઠળ છ વર્ષની સજા સંભળાવી હતી.

UPADATE: 12:14 PM

સુપ્રિમ કોર્ટે વધુ એક મહત્વપુર્ણ ચુકાદો સંભળાવતાં સંજય દત્તની સજાને ઘટાડીને પાંચ વર્ષની સજા કરી દિધી છે. આ ચુકાદાને ધ્યાનમાં રાખતાં સંજય દત્તને જેલની હવા ખાવી પડશે. કારણ કે સંજય દત્તને અત્યારસુધી 18 મહિનાની સજા કાપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઇની ટાડા કોર્ટે સંજય દત્તને આર્મ્સ એક્ટ હેઠળ છ વર્ષની સજા સંભળાવી છે. જેની વિરૂદ્ધ સંજય દત્તે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી.

જ્યારે બોલિવુડ સ્ટાર સંજય દત્તની સજા 6 વર્ષથી ઘટાડીને 5 વર્ષની કરી દિધી છે. આ સાથે જ સ્પષ્ટ થઇ ગયું છે કે સંજય દત્તને જેલની સજા ભોગવવી પડશે. આર્મ્સ એક્ટ હેઠળ સંજય દત્ત 18 મહિનાની સજા ગુજારી ચુક્યા હતા, તો તેમને હવે વધુ 42 મહિના જેલમાં પસાર કરવા પડશે. આ કેસમાં 27 લોકોને સુપ્રિમ કોર્ટે ઉંમર કેદની સજા સંભળાવી છે. બધા આરોપીઓએ ચાર અઠવાડિયામાં પોલીસ સમક્ષ સરેન્ડર થવું પડશે. એક એચઆઇવી પોઝિટીવ આરોપીની સજા ઓછી કરવામાં આવી છે જ્યારે જે જુવેનાઇલ હતો તેને છોડી મુકવામાં આવ્યો છે.

UPDATE: 11:51 AM

મુંબઇમાં 1993માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવવાનું શરૂ થઇ ગયું છે. સુપ્રિમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવતાં યાકૂબ મેમણની ફાંસીની સજા યથાવત રાખી છે, બાકીના દસ ભાગેડુની ફાંસીની સજાને સુપ્રિમ કોર્ટે ફેરવી છે.

થોડી વારમાં સંજય દત્તના ભાગ્યનો ફેંસલો આવવાનો છે. દેશની સૌથી મોટી કોર્ટે 1993ના બોમ્બ વિસ્ફોટને લઇને દાખલ કરવામાં આવેલી અપીલો પર ચુકાદો સંભળાવી રહી છે. મુંબઇની ટાડા કોર્ટે સંજય દત્તને આર્મ્સ એક્ટ હેઠળ છ વર્ષની સજા સંભળાવી હતી. ત્યારબાદ સંજય દત્તે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. સંજય દત્તની બહેન પ્રિયા દત્ત હાલમાં સુપ્રિમ કોર્ટમાં હાજર છે.

તો બીજી તરફ ચુકાદાને ધ્યાનમાં રાખતાં એલર્ટ જાહેર કરી દિધો છે અને સંજય દત્તના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સંજય દત્ત હાલ પોતાના ઘરે છે.

સંજય દત્ત પહેલાં 18 મહિનાની જેલ ભોગવી ચુક્યાં છે અને જો સુપ્રિમ કોર્ટે ટાડા કોર્ટના નિર્ણયની પુષ્ટિ કરી દિધી તો તેમને ફરીથી થોડા સમય માટે જેલ જવું પડશે. ટાડા કોર્ટે સંજય દત્તને ગેરકાયદેસર રીતે નવ એમમેમની પિસ્તોલ અને એક 56 રાઇફલ રાખવાના ગુનામાં નવેમ્બર 2006માં ગુનેગાર ગણાવતાં સજા સંભળાવી હતી. પરંતુ કોર્ટે તેમને ટાડા કોર્ટ હેઠળ ગુનાનું કાવતરૂ ઘડવાના ગંભીર ગુનામાંથી છોડી મુક્યો હતો.

સુપ્રિમ કોર્ટે આ તમામ અપીલો પર એક નવેમ્બર 2011થી ઓગષ્ટ 2012 દરમિયાન દસ મહિના સુધી સુનાવણી કરી હતી. આ અપીલો પર સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે આ મુદ્દે ભારે ભરખમ દસ્તાવેજો અને વકિલોની લેખિત દલીલોને ધ્યાનમાં રાખતાં પહેલી વાર લેપટોપનો ઉપયોગ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે 1993માં મુંબઇમાં શ્રેણીબદ્ધ થયેલા 13 બોમ્બ વિસ્ફોટમાં 250 લોકોના મોત નિપજ્યાં હતા જ્યારે 700થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ સાથે જ બોમ્બ વિસ્ફોટના કારણે 27 કરોડની સંપત્તિને નુકસાન પહોચ્યું હતું. ટાડા કોર્ટે આ કેસમાં 12 લોકોને મોતની સજા સંભળાવી હતી જ્યારે 20 લોકોને ઉંમરકેદની સજા સંભળાવી હતી. આ કેસના કુલ 129 આરોપીઓમાંથી 100 લોકોને સજા સંભળાવવામાં આવી છે. આ ચુકાદાને વિરોધમાં બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી, જ્યારે છોડી મુકવામાં આવેલા વિરૂદ્ધ રાજ્ય સરકારે અપીલ કરી હતી. બંને કેસમાં આજે સુપ્રિમ કોર્ટ ચુકાદો સંભળાવશે.

ટાડા કોર્ટે સંજય દત્તને ગેરકાયદેસર રીતે નવ એમમેમની પિસ્તોલ અને એક 56 રાઇફલ રાખવાના ગુનામાં નવેમ્બર 2006માં ગુનેગાર ગણાવતાં સજા સંભળાવી હતી. પરંતુ કોર્ટે તેમને ટાડા કોર્ટ હેઠળ ગુનાનું કાવતરૂ ઘડવાના ગંભીર ગુનામાંથી છોડી મુક્યો હતો. સુપ્રિમ કોર્ટે આ તમામ અપીલો પર એક નવેમ્બર 2011થી ઓગષ્ટ 2012 દરમિયાન દસ મહિના સુધી સુનાવણી કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X