For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

8 PM : સાવધાન! મોદીનો ફોન આવી શકે છે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 જુલાઇ: હાલ ઘણા મંત્રાલયોનો નજારો બદલાયેલો બદલાયેલો છે. મોડી રાત સુધી આ મંત્રીઓની ચેમ્બરમાં રહેવું સામાન્ય વાત છે. રાત્રે 8 વાગતાં જ દરેક મંત્રાલયમાં ફોનની ઘંટડી પર નજર રહે છે. કોઇપણ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન આવી શકે છે, કારણ કે નરેન્દ્ર મોદી તેમના મંત્રાલય સાથે જોડાયેલા કોઇપણ પ્રોજેક્ટ કે નીતિ વિશે કોઇપણ અપડેટ લઇ શકે છે, અથવા સલાહ આપી શકે છે.

કયા મંત્રાલયમાં ફોન આવશે, એ કોઇને ખબર નથી, નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારીઓ સાથે અચાનક નક્કી કરે છે કે કોને અને કયા મુદ્દા પર ફોન કરવો છો. જો કે આવતીકાલે શુક્રવારે પોતાની સરકારના બે મહિના પુરા કરી રહેલા નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે પોતાની અલગ ઇમેજ ઉભી કરી છે, જે કામકાજમાં CEOના રોલમાં વધુ જોવા મળી રહ્યાં છે. આ પહેલાં ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે કામકાજમાં તેમની ઝલક તે આપી ચૂક્યાં છે.

PMOમાં દરરોજ મીટિંગ

PMOમાં દરરોજ મીટિંગ

મોડાં સુધી કામ કરવા માટે ટેવાયેલા નરેન્દ્ર મોદી જે દિવસે દિલ્હીમાં હોય છે, તે દિવસે સાંજે 7 વાગે પોતાના પ્રિંસિપલ સેક્રેટરી નૃપેંદ્ર મિશ્રની સાથે મીટિંગ જરૂર કરે છે. આ દરમિયાન તમામ મંત્રાલયો સાથે જોડાયેલા મુદ્દાની ચર્ચા કરે છે. આ દરમિયાન તે અચાનક જ નક્કી કરે છે કે કયા એક-બે મંત્રાલયો સાથે વિસ્તૃત વાત કરવામાં આવે. ત્યારબાદ વાત કરવાના મુદ્દા બનાવવામાં આવે છે. પોતાનું હોમવર્ક કર્યા બાદ પીએમ તે મંત્રીને ફોન કરે છે. ફોન લેંડલાઇન નંબર પર જ કરવામાં આવે છે. રાત્રે 11 વાગ્યા સુધી વાત કરવાનો સિલસિલો ચાલુ હોય છે.

મંત્રાલય સાથે જોડાયેલા મુદ્દાઓની વાત

મંત્રાલય સાથે જોડાયેલા મુદ્દાઓની વાત

થોડા દિવસો પહેલાં માર્ગ અને પરિવહન મંત્રાલયમાં આ મુદ્દે લગભગ 20 હજાર કરોડ રૂપિયાના પેંડિંગ પ્રોજેક્ટ પર વિસ્તારથી વાત કરવામાં આવી. પરિણામ આવ્યું કે આગામી બે ત્રણ દિવસોમાં ધનાધન કેટલાક પ્રોજેક્ટોને લીલીઝંડી મળી ગઇ. સૂત્રોના અનુસાર દરેક મંત્રાલય સાથે જોડાયેલા મુદ્દાઓની વાત હોય છે, પરંતુ સાત મંત્રાલય એવા છે, જ્યાં વધુ ફૉલોઅપ થાય છે.

મોદીએ બનાવી ફૉલોઅપ ટીમ

મોદીએ બનાવી ફૉલોઅપ ટીમ

સૂત્રોના અનુસાર પીએમઓમાં નરેન્દ્ર મોદીના નિર્દેશ પર ફૉલોઅપ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમનું કામ સરકારના નિર્ણય કે બીજા નિર્દેશને પુર કરવા માટે દબાણ બનાવવાનું છે. નૃપેન્દ્ર મિશ્રના નેતૃત્વમાં બનેલી આ ટીમ એવા ફૉલોઅપની યાદી દરરોજ મોદીને પાસે રાખે છે. આ ટીમને નરેન્દ્ર મોદીના મારફતે બધા મંત્રીઓ સુધી સંદેશ પહોંચાડ્યો કે બજેટમાં તેમના મંત્રાલય માટે જેટલી જાહેરાત થઇ, તેના પર 1 ઓગષ્ટથી કામ થાય.

રાજનાથ, જેટલીનું સન્માન

રાજનાથ, જેટલીનું સન્માન

વડાપ્રધાનમંત્રી હાલ ગૃહમંત્રી રાજનાથ સિંહ અને નાણાં તથા રક્ષામંત્રી અરૂણ જેટલીના મંત્રાલયોમાં સીધો હસ્તક્ષેપ કરી રહ્યાં નથી. જો આ બંનેને કોઇ વાત કહેવી હોય તો તે નરેન્દ્ર મોદી સીધા રાજનાથ અથવા અરૂણ જેટલીને અનૌપચારિક રીતે કહી દે છે. તેના માટે ઓફિશિયલ રૂટ અપનાવતાં નથી.

જીરો અવર

જીરો અવર

ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે અપનાવી ચૂકેલા જીરો અવર ફોર્મ્યૂલા મોદી અહીં પણ કેબિનેટ મીટિંગમાં અપનાવી રહ્યાં છે. તેના હેઠળ કેબિનેટ મીટિંગમાં તે સંસદની કાર્યવહીના જીરો અવરની માફક પોતાના મંત્રીઓને કોઇપણ મુદ્દો ઉઠાવવાને છુટ આપતા નથી. આ મુદ્દા રાજકારણ સાથે જોડાયેલાની સાથે પણ નીતિગત મુદ્દા પર હોઇ શકે છે. જો તેમાં કોઇ મુદ્દામાં દમ અને તર્ક નજર આવે છે, તો કેબિનેટ આ મુદ્દા પર વાત પણ કરે છે. સૂત્રોના અનુસાર આ પરંપરા હેઠળ મોંઘવારી પર ચર્ચા થઇ ચૂકી છે. બજેટમાં જીરો અવર સાથે મોદી પોતાની ફિડબેક સિસ્ટમને મજબૂત રાખે છે.

પ્રાથમિકતામાં છે આ મંત્રાલય

પ્રાથમિકતામાં છે આ મંત્રાલય

- માર્ગ પરિવહન
- રેલવે
- એચઆરડી
- ઉર્જા
- પેટ્રોલિયમ
- શહેરી વિકાસ
- સ્વાસ્થ્ય

English summary
Narendra Modi can give ring to ministries suddenly for quick reports.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X