For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM પદની દાવેદારીને વધુ દ્રઢ બનાવવા મોદી મહાકુંભમાં જશે?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી: ભાજપમાં વડાપ્રધાનના સૌથી પ્રબળ દાવેદાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એક-બે દિવસમાં અલ્હાબાદ મહાકુંભમાં જશે. નરેન્દ્ર મોદીની આ યાત્રાને પુણ્ય કમાવવા કરતાં વધુ 'પીએમ પદ' કમાવવાની કવાયત વધુ માનવામાં આવે છે. અલ્હાબાદ મહાકુંભમાં 7 ફેબ્રુઆરીએ યોજાનાર સંત મહાસંમેલનમાં સંતો દ્રારા વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીના પક્ષમાં વાતાવરણ ઉભું કરવાના સમાચાર મળ્યાં છે. નરેન્દ્ર મોદી પણ આ અવસર ચૂકવા માગતા નથી. અત્રે ઉલ્લેખનીય છે સંતો સાથે ચર્ચા કરવા માટે ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ પણ 6 ફેબ્રુઆરીના રોજ અલ્હાબાદ જવાના છે.

નરેન્દ્ર મોદીની આ યાત્રાને સંત સમાજમાં પોતાનો માહોલ બની રહે તે નજરથી જોવામાં આવે છે. આ દરમિયાન શનિવારે મહાકુંભ પહોંચનાર રામદેવે પણ નરેન્દ્ર મોદીના સમર્થનમાં જોવા મળી રહ્યાં છે. તેમને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

narendra-modi

આ દરમિયાન ભાજપના સૂત્રો દ્રારા જાણવા મળ્યું છે કે નરેન્દ્ર મોદીને સંસદીય બોર્ડના સભ્ય બનાવીને દિલ્હી લઇ જવામાં આવી શકે છે. બોર્ડમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હોવાના સમાચાર છે. આ મુદ્દે ભાજપમાં ભારે હલચલ મચેલી છે. સંસદીય બોર્ડ ભાજપમાં મોટા નિર્ણયો લેનારી મોટી સંસ્થા છે.

અલ્હાબાદ મહાકુંભમાં 7 ફેબ્રુઆરીએ સંત મહાસંમેલન છે. જેમાં સંત સમાજ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે લાંબી બનાવી શકે છે. સંતોના સમૂહને લાગે છે કે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ સંભવ છે. આ દિવસે વિશ્વ હિન્દૂ પરિષદના કેન્દ્રિય માર્ગદર્શક મંડળની બેઠક થશે. વિશ્વ હિન્દૂ પરિષદ પણ નરેન્દ્ર મોદીના પક્ષમાં ખુલીને સામે આવી શકે છે.

English summary
Narendra Modi may to visit the ongoing Mahakumbh mela next week to take dip in holy Sangam and seek blessing of Hindu seers for elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X