મોદી ભાજપના પ્રવક્તાઓને ભણાવશે મેનેજમેન્ટના પાઠ

નવી દિલ્હી, 17 ઓગષ્ટ: આગામી લોકસભાની ચુંટણીની તૈયારી હેઠળ ભાજપ શનિવારે મીડિયા પર એક વર્કશોપનું આયોજન કર્યું છે જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઉપરાંત ભાજપા ચુંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદી પાર્ટીના તમામ પ્રવક્તાઓને મીડિયા મેનેજમેન્ટના દાવપેચ શિખવાડશે.

રાજધાની દિલ્હીના પાર્ટી મુખ્યાલયમાં યોજાનારા આ વર્કશોપમાં દરેક રાજ્યોના ભાજપના પ્રવક્તાઓ, મીડિયા પ્રભારી અને સહ પ્રભારીઓ ભાગ લેશે. માનવામાં આવે છે કે નરેન્દ્ર મોદી પોતાના સંબોધનમાં સોશિયલ મીડિયા અને આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી યુવા મતદારોને આકર્ષવાના પણ દાવપેચ પાર્ટી પ્રવક્તાઓને આપશે. નરેન્દ્ર મોદીના સંબોધનને પાર્ટીએ મીડિયાથી દૂર રાખવાનો નિર્ણય કર્યો છે.

narendra-modi

ભાજપાના આ મીડિયા વર્કશોપમાં સુષમા સ્વરાજ, અરૂણ જેટલી, રવિશંકર પ્રસાદ અને પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ પણ સંબોધિત કરશે. ભાજપા પ્રવક્તા નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે વર્કશોપના ઉદઘાટન સત્રને લોકસભામાં વિપક્ષના નેતા સુષમા સ્વરાજ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલી સંબોધિત કરશે. સમાપન સત્રને નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ સંબોધિત કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X