દિલ્હીમાં તોડ-જોડની સરકાર નહી બનાવે ભાજપ: ગડકરી

ભાજપના દિલ્હી પ્રભારી પ્રભાત ઝાએ કહ્યું હતું કે બધા ઓપ્શન ખુલી ગયા છે અને કેન્દ્રિય નેતૃત્વ તેના પર ટૂંક સમયમાં નિર્ણય લઇ શકે છે, પરંતુ ગડકરીના નિવેદનથી દિલ્હીમાં સરકાર બનાવવાની સંભાવના ખતમ થતી જોવા મળી રહી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી આરોપ લગાવી રહી છે કે ભાજપ તેના ધારાસભ્યોને તોડીને સરકાર બનાવવાનો પ્રયત્ન કરી રહી છે.
ભાજપે જ્યાં પહેલાં આ વાતને સ્પષ્ટ કરી હતી કે જો દિલ્હીમાં મજબૂત સરકાર માટે તેમણે કોઇ સમર્થન આપવા માંગે છે તો તે તેનું સ્વાગત કરશે. બીજી તરફ અપક્ષ ધારાસભ્ય રામબીર શૌકીને ભાજપ સરકાર બનાવવા પર સમર્થન આપવાની વાત કરી હતી. આ પહેલાં સમાચાર આવ્યા હતા કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ ભાજપના સંપર્કમાં છે અને તેમાંથી ભાજપ માટે સમર્થન માંગવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
