For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનો ભય, ઉનાળાની રજાઓ નહી માણી શકે અધિકારીઓ!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi
નવી દિલ્હી, 17 જૂન: આ વર્ષે ઉનાળામાં કેન્દ્રિય મંત્રાલયોના ઓફિસોનો નજારો બદલાઇ ગયો છે. આ વર્ષે ઉનાળા દરમિયાન સામાન્ય રીતે ખાલી રહેનાર ઓફિસોમાં ચહલપહલ અને કામકાજનો માહોલ બનેલો છે.

જો કે મોદી રાજમાં હવે ઓફિસર દિલ્હીની આકરી ગરમી છતાં વિદેશ નહી દેશની અંદર જ પ્રવાસ કરવાનું ટાળી રહ્યાં છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા પહેલાં જ મંત્રીઓ અને અધિકારીઓને વિદેશી પ્રવાસને સખત નિયમ આવી ચૂક્યાં છે.

આ મોદી સરકારનો ખૌફ છે સરકારી પ્રવાસના નામ પર વિદેશી ટૂર તો દૂર લગભગ બધા મંત્રાલયોના સચિવ અને વધારાના સચિવ સ્તરના અધિકારી પોતાના પરિવારની સાથે રજા પર પણ જવાનું ટાળી રહ્યાં છે.

સૂચના અને પ્રસારણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે પહેલાં મંત્રાલયોના સચિવ અને વધારાના સચિવ સ્તરીય અધિકારીઓની ફૌજ રજા પર જતી રહેતી હતી, જેથી જૂનિયર અધિકારી અને કર્મચારીઓને લાંબી રજા લેવામાં કોઇ રોકટોક કે નિયંત્રણ ન હતું.

પરંતુ હવે ઉચ્ચઅધિકારીઓ રજા પર ન જતાં જૂનિયર અધિકારીઓની પણ રજા લેવાની હિંમત થતી નથી. કેન્દ્રિય મંત્રી વેંકૈયા નાયડૂ, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર અને જિતેન્દ્ર સિંહ તો પોતાના કાર્યાલયમાં ફરી ફરીને ઓફિસરોના રૂમ જોઇ રહ્યાં છે કે કોણ છે અને કોણ નહી. તેને લઇને ઓફિસરોમાં હડકંપ છે.

ઓફિસોમાં સફાઇ કામ પણ જોવું પડે છે. શહેરી વિકાસ મંત્રાલ્યના સચિવ સુધીર કૃષ્ણ, સૂચના અને પ્રસારણ મંત્રાલયના સચિવ બિમલ જુલકા સહિત કેટલાક ઉચ્ચાધિકારી દરરોજ પોતાના મંત્રાલ્યના કોરિડોરમાં સફાઇનું નિરિક્ષણ જોઇ રહ્યાં છે.

કેન્દ્રિય વિજ્ઞાન તથા ટેક્નોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે તો પોતાના મંત્રાલયની તરફથી વિજ્ઞાન અને ટેક્નોલોજી સંમેલનો માટે વિદેશી પ્રવાસ પર જનાર અધિકારીઓની એક યાદી તૈયાર કરી લીધી છે. તેમના કામ પર નજર રાખવામાં આવી રહી છે.

તેમણે આદેશ આપ્યો છે કે તેમના મંત્રાલય તરફથી સરકારી પ્રવાસમાં ના તો તે અને ના તો કોઇ સરકાર અધિકારી જશે. પરંતુ વિજ્ઞાન અને ટેક્નોલોજીને લઇને સંમેલનોમાં વૈજ્ઞાનિકોનું પ્રતિનિધિમંડળ જ જશે.

પીએમઓ પહેલાં જ આદેશ આપી ચૂક્યાં છે કે મંત્રીઓ અને ઓફિસરોને પોતાના વિદેશી પ્રવાસને લઇને ઓછામાં ઓછા દસ દિવસ પહેલાં નોટિસ આપવી પડશે. સાથે જ પરત ફરતાં જ પોતાના પ્રવાસનું વિવરણ આપવું પડશે.

જો કે ઓફિસરોને પર્સનલ રજા લેવાની આપરાધિક પાબંધી લગાવવામાં આવી નથી પરંતુ જે પ્રકારે મોદી સરકારમાં કામકાજને લઇને વડાપ્રધાનમંત્રીથી માંડીને આ વખતે ઓફિસમાં જ સક્રિય રહેવામાં ભલાઇ સમજી રહ્યાં છે.

મુખ્તાર અબ્બાસ નક્વી, ભાજપના ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે અમારી સરકાર ઇકબાલ અને ઇમાનદારીથી ચાલી રહી છે. પરંતુ સરકારમાં સુશાસનની વાત થાય છે તો સરકારમાં કામ કરી રહેલાં લોકો પણ ઇમાનદારીથી કામ કરવામાં જોડાઇ જાય છે. આ ઇમાનદારી ઉપરથી લઇને નીચે સુધી સરકારમાં દેખાવવી જરૂરી છે.

English summary
Officers in fear, not making for summer holiday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X