વન MLA, વન પેન્શન યોજના લાગુ, ભગવંત માને કહ્યું - સિસ્ટમમાં થશે બદલાવ

આમ આદમી પાર્ટીની સરકારે શનિવારના રોજ આ સંબંધમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, આનાથી પાંચ વર્ષમાં 100 કરોડ રૂપિયાની બચત થશે.

ચંદીગઢ : પંજાબના રાજ્યપાલે વિધાનસભાના ભૂતપૂર્વ સભ્યોને બહુવિધ પેન્શન મર્યાદિત કરવાના બિલને તેમની સંમતિ આપી છે. આ પછી, આમ આદમી પાર્ટીની સરકારે શનિવારના રોજ આ સંબંધમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, આનાથી પાંચ વર્ષમાં 100 કરોડ રૂપિયાની બચત થશે. ભગવંત માને જણાવ્યું હતું કે, પંજાબમાં 'One MLA, One Pension scheme' લાગુ કરતી નોટિફિકેશન દેશની રાજકીય વ્યવસ્થામાં ક્રાંતિ અને સુધારણા કરશે.

ભગવંત માને જણાવ્યું હતું કે...

ભગવંત માને જણાવ્યું હતું કે...

ભગવંત માને જણાવ્યું હતું કે, આપ સરકાર દ્વારા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્રીય નાયકોના સપનાને સાકાર કરવાની નમ્ર પહેલછે.

પંજાબ વિધાનસભાએ 30 જૂનના રોજ પંજાબ રાજ્ય વિધાનસભા સભ્યો (પેન્શન અને તબીબી સુવિધાઓનું નિયમન) સંશોધન બિલ,2022 પસાર કર્યું હતું. તેનો હેતુ રાજ્ય વિધાનસભાના સભ્યોને માત્ર એક ટર્મ માટે 60,000 રૂપિયા પ્રતિ માસના નવા દરે પેન્શન અનેમોંઘવારી ભથ્થું આપવાનો છે.

સરકારે આ અંગે નોટિફિકેશન જાહેર કર્યું છે

સરકારે આ અંગે નોટિફિકેશન જાહેર કર્યું છે

ભગવંત માને શનિવારના રોજ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, મને પંજાબીઓને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે, રાજ્યપાલે 'OneMLA, One Pension scheme' બિલને તેમની સંમતિ આપી દીધી છે. સરકારે આ અંગે નોટિફિકેશન જાહેર કર્યું છે.

ભગવંત માન જણાવ્યું હતું કે, આ પગલાથી રાજ્ય સરકારને વાર્ષિક આશરે 19.53 કરોડ રૂપિયાની બચત થવાની આશા છે. આ નોટિફિકેશનબાદ પંજાબના નાણા મંત્રી હરપાલ ચીમાએ જણાવ્યું હતું કે, હવે નેતાઓને ફ્રી રેવડી આપવામાં આવશે નહીં.

નેતાઓ પાસે હવે 'ફ્રી કી રેવડી' નથી

નેતાઓ પાસે હવે 'ફ્રી કી રેવડી' નથી

હરપાલ ચીમાએ ટ્વીટમાં જણાવ્યું હતું કે, નેતાઓ પાસે હવે 'ફ્રી કી રેવડી' નથી! અગાઉની સરકારોના યુગમાં જ્યારે પંજાબ ભારે આર્થિકસંકટનો સામનો કરી રહ્યું હતું, ત્યારે ધારાસભ્યો ઘણી પેન્શનનો આનંદ માણતા હતા. પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનના નેતૃત્વમાં, આ

સમાપ્ત થયું હતું.

સરકારી તિજોરીમાંથી વધારાનો પગાર અને પેન્શન લઈ રહ્યા છે

સરકારી તિજોરીમાંથી વધારાનો પગાર અને પેન્શન લઈ રહ્યા છે

જે બાદમાં એક નિવેદનમાં ભગવંત માને જણાવ્યું હતું કે, આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ વર્ગવિહીન લોકશાહીનું સ્વપ્ન જોયું હતું, જ્યાંચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોના સાચા સેવક તરીકે કામ કરશે અને તેમની સુખાકારી સુનિશ્ચિત કરશે.

છેલ્લા 75 વર્ષમાં આ ચૂંટાયેલાપ્રતિનિધિઓ રાજકીય બની ગયા છે. સરકારી તિજોરીમાંથી વધારાનો પગાર અને પેન્શન લઈ રહ્યા છે.

ભગવંત માને જણાવ્યું હતું કે, આ નેતાઓને આપવામાં આવતી સુવિધાઓનો સમગ્ર બોજ કરદાતાઓના પૈસાથી ઉઠાવવામાં આવે છે. તેમનાપૈસાનો ઉપયોગ જન કલ્યાણ માટે નહીં, પરંતુ આ નેતાઓના ખિસ્સા ભરવા માટે કરવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X