For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં ત્રિશંકુ વિધાનસભા, ભાજપ નંબર 1 પાર્ટી: ઓપિનિયન પોલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 નવેમ્બર: ફરી એકવાર ઓપિનિયન પોલે સાબિત કરી દિધું છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોઇને બહુમતી નહી મળે અને ત્રિશંકુ વિધાનસભાના અણસાર જોવા મળી રહ્યાં છે. એબીપી ન્યૂઝ, દૈનિક ભાસ્કર- નિલ્સન દ્વારા કરાવવામાં આવેલા પોલ અનુસાર ભાજપને રાજ્યની કુલ 70 વિધાનસભા સીટોમાંથી 32 પર જીત મળી શકે છે. ભાજપનું મતદાન 33 ટકા રહેવાની આશા છે.

આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 25 સીટો, આમ આદમી પાર્ટી (આપ)ને 10 સીટો અને ભાજપને 32 સીટો મળવાની સંભાવના છે. સર્વેનું માનીએ તો ભાજપના હર્ષવર્ધન જ મુખ્યમંત્રી જ લડાઇમાં નંબર વન રહેશે જ્યારે આ ક્રમમાં અરવિંદ કેજરીવાલ બીજા નંબરે છે.
સર્વેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે 15 થી 20 સીટો પર જીતનું અંતર ઘણું ઓછું થઇ શકે છે, એટલા માટે આ સીટો અંતિમ પરિણામને બદલી શકે છે.

delhi-election-candidates

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે મોંઘવારી સૌથી મોટું કારણ છે, જેના કારણે કોંગ્રેસને નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે. સર્વેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ગત 15 વર્ષોમાં મુખ્યમંત્રી શીલા દીક્ષિત દ્વારા કરાવવામાં આવેલા કાર્યો પણ રાજ્યના નાગરિકોની નજરમાં છે. સર્વેમાં સામેલ 81 ટકા સ્પર્ધકોનું કહેવું છે કે આગામી ચૂંટણીમાં શાકભાજી વગેરેના વધતા જતા ભાવ નિર્ણાયક સાબિત થશે.

સર્વેક્ષણમાં સામેલ 47 ટકા સ્પર્ધકોએ કહ્યું હતું કે દિલ્હી પોલીસ વીઆઇપી હસ્તીઓની સુરક્ષામાં લાગેલી છે, એટલા માટે રાજ્યમાં ક્રાઇમમાં વધારો થઇ રહ્યો છે, જ્યારે 40 ટકા સ્પર્ધકોનું માનવું છે કે રાજ્યમાં ગુના વધવા પાછળનું મુખ્ય કારણ લોકોમાં કાયદોનો ભય રહ્યો નથી. આ સર્વેમાં 6,340 સ્પર્ધકોને સામેલ કરવામાં આવ્યા હતા.

English summary
The recent controversies surrounding the Delhi Assembly elections seem to have worked in the favour of the BJP. According to a poll conducted by ABP, New Delhi may see a change in the government in the name of BJP's CM candidate Dr Harshvardhan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X