For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સહમતિની સ્થિતીમાં પવારને PM બનાવવા તૈયાર: પ્રફુલ્લ પટેલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sharad-pawar-praful-patel
નવી દિલ્હી, 3 માર્ચ: કેન્દ્રિય મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું છે કે જ્યારે સહમતિની સ્થિતી આવશે તો પાર્ટી અધ્યક્ષ શરદ પવારને વડાપ્રધાન બનાવવા માટે તૈયાર થઇ જશે.

પ્રફુલ્લ પટેલે એક સમાચાર ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે 'આ પ્રકારની અટકળો છે કે કોંગ્રેસ સાથે રાકાંપાનું વિલય થઇ રહ્યું છે. આ ક્યારેત થઇ શકે તેમ નથી. મારું માનવું છે કે આ પ્રકારની વાતો પાયાવિહોણી અને ખોટી છે.' તેમને કહ્યું હતું કે 'શરદ પવાર રાકાંપાના અધ્યક્ષ છે. જો તે ચુંટણી ના લડે તો પાર્ટીની કમાન તેમના હાથમાં હશે. તે અમારી પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર છે.'

તેમને પૂછવામાં આવ્યું કે જો આગામી ચુંટણીમાં યુપીએને બહુમત મળે છે તો તે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કામ કરવા માટે તૈયાર છે તો તેમને કહ્યું હતું કે 'નિશ્વિતપણે'. રાહુલ ગાંધી અંતગર્ત અને શરદ પવારના કામ સાથે સંકળાયેલ પ્રશ્ન અંગે તેમને કહ્યું હતું કે કોણ નિર્ણય (યુપીએ સરકાર વિશે) લે છે. તે કોઇ મુદ્દો નથી. સરકાર સૌથી મોટી મોટી પાર્ટીના આધારે ચાલે છે. યુપીએમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે અને એવું લાગતું નથી કે ભવિષ્યમાં તે સૌથી મોટી પાર્ટી બની રહેશે.

English summary
NCP chief Sharad Pawar will be certainly ready to become the Prime Minister if there is situation where there is a consensus on the issue, his party leader Praful Patel has said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X