PM મોદી આગામી મહિને કરી શકે છે મંત્રિમંડળનું વિસ્તરણ

માનવામાં આવે છે કે નરેન્દ્ર મોદી પોતાના મંત્રીમંડળમાં લગભગ 12 નવા મંત્રીઓનો સમાવેશ કરી શકે છે. રિપોર્ટ અનુસાર સંસદ સત્ર પુરું થયા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ કરી નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવી શકે છે. અત્યારે નરેન્દ્ર મોદી કેબિનેટમાં 44 મંત્રી છે જેમાં 22 કેબિનેટ અને 22 રાજ્યકક્ષાના મંત્રી છે. નવા ચહેરાઓમાં હજારીબાગથી ભાજપના સાંસદ જયંત સિંહાનો સમાવેશ કરવામાં આવી શકે છે જે વરિષ્ઠ બીજેપી નેતા અને પૂર્ણ નાણામંત્રી યશવંત સિંહાના પુત્ર છે. ભાજપ મહાસચિવ જેપી નડ્ડાને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે.
એમપણ માનવામાં આવે છે કે મોદીનું આ મંત્રીમંડળ વિસ્તારમાં કેટલાક વરિષ્ઠ મંત્રીઓનો ભાર ઓછો કરી શકે છે જેની પાસે એકથી વધુ બે અથવા ત્રણ મંત્રાલયોનો કાર્યભાર છે. ઉદાહરણ તરીકે અરૂણ જેટલી રક્ષા અને નાણા બંને મંત્રાલયોનો કાર્યભાર સંભાળી રહ્યાં છે. મંત્રીમંડળના આ વિસ્તારમાં ભાજપના સહયોગી દળ શિવસેના અને પોતાના દળને પણ સ્થાન આપી શકે છે.












Click it and Unblock the Notifications
