For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુક પર પ્રદર્શનની અપીલ કરતાં પહેલાં 1000 વાર વિચારજો !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 ડિસેમ્બર: ગેંગરેપ કાંડ બાદ દિલ્હી પોલીસે ટ્વિટર અને ફેસબુક પર પોસ્ટ કરવારા પર કાર્યવાહી શરૂ કરી દિધી છે. ફેસબુક પર પ્રદર્શનની અપીલ તમારા માટે મોંઘી સાબિત થઇ શકે છે.

ફેસબુક પર પોલીસ અને સરકાર વિરૂદ્ધ ઇન્ડિયા ગેટ પર પ્રદર્શન કરવા માટે અપીલ કરનાર તેજિન્દર પાલ સિંહ બગ્ગાએ ત્રણ દિવસ પોલીસ કસ્ટમીમાં રાખ્યા બાદ નજરકેદ કરી દેવામાં આવ્યો છે. તે કશું કરી ન શકે તે માટે ધરની બહાર બે કોન્સ્ટેબલ ગોઠવી દેવામાં આવ્યા. તેજિન્દર પાલે દૈનિક જાગરણ જણાવ્યું હતું કે તેમને ગત સોમવારે ભગતસિંહ ક્રાંતિ સેના તરફથી હૈંગ ધ રેપિસ્ટ માર્ચની અપીલ કરનાર એક જાહેરાત ફેસબુક પર મુકી હતી.

દિલ્હી વિશ્વવિદ્યાલય (ડીયૂ)માં વિદ્યાર્થીઓને કેટલાક પોસ્ટરો પણ આપવામાં આવ્યાં હતા. ફેસબુકના માધ્યમથી તેમને યુવાનોને અપીલ કરી હતી કે તે 29 ડિસેમ્બરના રોજ ઇન્ડિયા ગેટ પર કોઇપણ રીતે પહોંચે અને સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટ અને મહિલા પોલીસકર્મીની સંખ્યા વધારવા માટે પ્રદર્શન કરે.

ફેસબુક પર આ પોસ્ટ અપડેટ થતાંની સાથે જ તેની પાસે આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ કાર્યાલયમાંથી ફોન આવ્યો અને તેને ફેસબુક પરથી આ જાહેર હટાવવા અને ઇન્ડિયા ગેટ પર પ્રદર્શન કરવા માટે મનાઇ કરી. તેને આમ કરવાની મનાઇ કરી. ત્યારબાદ બુધવારે પોલીસ તેને તેના ઘરેથી ઉપાડી ગઇ. પોલીસે ત્રણ દિવસ સુધી તેને તિલક નગર પોલીસ સ્ટેશનમાં કેદ રાખ્યો હતો.

પોલીસે તેને શનિવાર સુધી છોડવામાં આવ્યો ન હતો. તેને શનિવારે રાત્રે 12 વાગે મુક્ત કરવામાં આવ્યો હતો. પોલીસે તેને ઘરથી બહાર ન જવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે પોલીસના વરિષ્ઠ અધિકારીઓનો નવો આદેશ ન આવવા સુધી તે પોતાના ઘરમાં નજરબંધ રહેશે. પોલીસે બગ્ગાના ઘરની બહાર બે પોલીસ કોન્સ્ટેબલ ગોઠવવામાં આવ્યાં હતા.

English summary
In a shocking move, the Delhi police have begun to initiate action against those people who had tweeted and posted on Facebook urging protests against the Delhi gang rape incident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X