For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વતંત્રતા દિવસ પર દેશ માટે રાષ્ટ્રપતિનો સંદેશ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 ઓગષ્ટ: સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રના નામે સંદેશ આપ્યો હતો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે ભારતે પાકિસ્તાનને કહ્યું હતું કે ''ધૈર્યની એક સીમા હોય છે' અને આંતરિક સુરક્ષા સુનિશ્વિત કરવા અને ક્ષેત્રીય અખંડતાની સુરક્ષા માટે તમામ 'જરૂરી પગલાં' ભરવામાં આવશે.

પાકિસ્તાનનું નામ લીધા વિના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે પડોશીઓ સાથે મિત્રતાભર્યો સંબંધ બનાવવા માટે ભારતના સતત પ્રયત્નો હોવાછતાં સીમા પર તણાવ બનેલો છે અને નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું વારંવાર ઉલ્લંઘન થઇ રહ્યું છે.

દેશના 67મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે 'શાંતિ પ્રત્યે અમારી વચનબદ્ધતા અતૂટ છે, પરંતુ આપણા ધૈર્યની સીમા હોય છે. આંતરિક સુરક્ષા સુનિશ્વિત કરવા અને દેશની ક્ષેત્રીય અખંડતાની રક્ષા માટે તમામ જરૂરી પગલાં ભરવામાં આવશે.

1

1

આપણી આઝાદીની 66મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યા પર, હું તમને તથા વિશ્વભરભરના બધા ભારતવાસીને હાર્દિક શુભેચ્છા પાઠવું છે.

2

2

મારું ધ્યાન સૌથી પહેલાં આપણા સ્વતંત્રતા સંગ્રામને દિશા પ્રદાન કરનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને આપણા દેશની સ્વતંત્રતા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહિદો તથા તે મહાન દેશભક્તો તરફ જાય છે, જેમના અદમ્ય સંઘર્ષે આપણી માતૃભૂમિને લગભગ બસ્સો વર્ષોના બ્રિટીશ શાસનથી મુક્તિ અપાવી. ગાંધીજી ફક્ત વિદેશી શાસનથી જ નહી પરંતુ આપણા સમાજ લાંબા સમયથી જકડી રાખનાર સામાજિક બેડીઓ બંનેમાંથી મુક્તિ ઇચ્છતા હતા. તેમને દરેક ભારતીયને પોતાના પર વિશ્વાસ કરવાની તથા સારા ભવિષ્ય માટે આશાનો માર્ગ બતાવ્યો. ગાંધીજીએ સ્વરાજ, અર્થાત સહિષ્ણુતા તથા આત્મ-સંયમ પર આધારિત સ્વ-શાસનનો વાયદો કર્યો. તેમને અભાવો તથા દ્રરિદ્રતાથી મુક્તિનો વિશ્વાસ અપાવ્યો. હવે લગભગ ગત સાત દાયકાઓથી આપણે પોતાના ભાગ્યના નિર્માતા છીએ. અને આ જ ક્ષણ છે કે જ્યારે આપણે પૂછવું જોઇએ કે આપણે સાચી દિશામાં આગળ વધી રહ્યાં છીએ? જો આપણે તે મૂલ્યોને ભૂલાવી દઇશું જે ગાંધીજીના આંદોલનનો પાયો હતો, અર્થાત પ્રયત્નોમાં સત્યતા, ઉદેશ્યમાં ઇમાનદારી તથા બધાના હિતમાં બલિદાન, તો તેમના સપનાને સાકાર કરવું સંભવ નથી.

3

3

આપણા રાષ્ટ્ર નિર્માતાઓએ સંસ્થાનવાદી દુનિયાના મરૂસ્થળ વચ્ચે એક લીલોતરા બગીચાની રચના કરી હતી જે લોકતંત્રથી પોષિત છે. લોકતંત્ર, હકિકતમાં ફ્કત દર પાંચ વર્ષે મત આપવાથી ઘણું વધારે છે. તેનું મૂળ છે જનતાની આંકાંક્ષા; તેનો જુસ્સો નેતાના ઉત્તરદાયિત્વ તથા નાગરિકોના દાયિત્વોમાં દર વખતે જોવા મળવો જોઇએ. લોકતંત્ર, એક જીવંત સંસદ, એક સ્વતંત્ર ન્યાયપાલિકા, એક જવાબ મીડિયા, જાગૃત નાગરિક સમાજ તથા સત્યનિષ્ઠા અને કઠોર પરિશ્રમ પ્રત્યે સમર્પિત નોકશાહીના માધ્યમથી શ્વાસ લે છે. તેનું અસિસ્તવ જવાબદેહીના માધ્યમથી બની રહી શકે છે ના કે મનમાનીથી. તેમછતાં આપણે બેલગામ વ્યક્તિગત સંપન્નતા, વિષયાસક્તિ, અસહિષ્ણુતા, વ્યવહારમાં ઉચ્છૃંખલતા તથા સત્તામંડળ પ્રત્યે અસન્માન દ્વારા પોતાની કાર્ય સંસ્કૃતિને નષ્ટ થવા દઇએ છીએ. આપણા સમાજના નૈતિક તાણાવાણા નબળા પડવાનો સૌથી વધુ દુષ્પ્રભાવ યુવાનો અને ગરીબોની આશા પર તથા તેમની આંકક્ષાઓ પર પડે છે. મહાત્મા ગાંધીએ આપણને સલાહ આપી છે કે આપણે ''સિદ્ધાંત વિના રાજકારણ, મહેનત વિના ધન, વિવેક વિના સુખ, ચરિત્ર વિના જ્ઞાન, નૈતિકતા વિના વેપાર, માનવતા વિના વિજ્ઞાન તથા ત્યાગ વિના પૂજા''થી બચવું જોઇએ. જેમ-જેમ આપણે આધુનિક લોકતંત્રનું નિર્માણ કરવા તરફ અગ્રેસર થઇ રહ્યાં છીએ, આપણે તેમની સલાહ પર ધ્યાન આપવું જોઇએ. આપણે દેશભક્તિ, દયાળુતા, સહિષ્ણુતા, આત્મ-સંયમ, ઇમાનદારી, અનુશાસન તથા સ્ત્રીઓ પ્રત્યે સન્માન જેવા આદર્શોને એક જીવતી જાગતી તાકતમાં બદલવી પડશે.

4

4

સંસ્થાઓ રાષ્ટ્રીય ચરિત્રનું દર્પણ હોય છે. આજે આપણે આપણા દેશમાં શાસન વ્યવસ્થા તથા સંસ્થાઓના કામકાજ પ્રત્યે, ચારેય તરફ નિરાશા અને મોહભંગનું વાતાવરણ જોવા મળે છે. આપણા ધારાસભ્યોએ કાયદો બનાવનાર મંચોથી વધુ લડાઇનો અખાડો જોવા મળે છે. ભ્રષ્ટાચાર એક મોટો પડકાર બની ગયો છે. અકર્મણ્યતા તથા ઉદાસીનતાના કારણે દેશના અમુલ્ય રિસોર્સીસ બરબાદ થઇ રહ્યાં છે. આથી આપણા સમાજની ઉર્જાનો બગાડ થઇ રહ્યો છે. આપણે આ બગાડને અટકાવવો પડશે.

5

5

આપણા સંવિધાનમાં રાજ્યની વિભિન્ન સંસ્થાઓ વચ્ચે શક્તિનું એક સંતુલન બનાવી રાખવામાં આવ્યું છે. આ સંતુલનને બનાવી રાખવું પડશે. આપણે એવી સંસદ જોઇએ છે જેમાં વાદ-વિવાદ હોય, પરિચર્ચાઓ હોય અને નિર્ણય લેવામાં આવે. આપણે એવી ન્યાયપાલિકા જોઇએ જે કોઇપણ વિલંબ કર્યા વિના ન્યાય આપે. આપણે એવું નેતૃત્વ જોઇએ જે દેશ પ્રત્યે તથા તે મૂલ્યો પ્રત્યે સમર્પિત હોય, જેમને આપણને એક મહાન સભ્યતા બનાવી છે. આપણે એવું રાજ્ય જોઇએ જે લોકોમાં એ વિશ્વાસ ઉત્પન્ન કરી શકે કે તે આપણી સમક્ષ તાજેતરના પડકારો પર વિજય મેળવવામાં સક્ષમ છે. આપણે એવા મીડિયા તથા નાગરિકોની જરૂર છે કે જે પોતાના અધિકારો પર દાવોની જેમ પોતાના દાયિત્વોને પણ સમર્પિત થાય.

6

6

શિક્ષણ વ્યવસ્થાના માધ્યમથી સમાજને ફરી એક નવું સ્વરૂપ આપી શકાય છે. વિશ્વ સ્તરની એકપણ યૂનિવર્સિટી ન હોવાછતાં આપણે વિશ્વશક્તિ બનાવવાની આકાંશી સેવી શકતા નથી. ઇતિહાસ સાક્ષી છે કે આપણે એકસમયે દુનિયાના માર્ગદર્શક હતા. તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા, વલ્લભી, સોમપુરા તથા ઓદાંતપુરી આ બધી જગ્યાએ તે પ્રાચીન વિશ્વવિદ્યાલય વ્યવસ્થા પ્રચલિત હતી, જેને છઠી સદી ઇ.સ. પૂર્વે અઠારસો વર્ષ સુધી આખી દુનિયા પર પોતાનું પ્રભુત્વ બનાવી રાખ્યું. આ વિશ્વવિદ્યાલય દુનિયાભરના સૌથી મેધાવી વ્યક્તિઓ તથા વિદ્વાનો માટે આકર્ષણનું કેન્દ્ર હતા. આપણે ફરીથી તે સ્થાન મેળવવાનો પ્રયત્ન કરવો પડશે. વિશ્વવિદ્યાલય એવું વટ-વૃક્ષ છે જેના મૂળ પ્રાથમિક શિક્ષણમાં અને સ્કૂલોન એક મોટા નેટવર્કમાં સમાયેલ હોય છે જે આપણા સમુદાયોને બૌદ્ધિક ઉપલબ્ધિઓની તક પ્રદાન કરે છે. આપણે આ બોધિ વૃક્ષના બીજથી લઇને મૂળ સુધી, તથા ડાળીથી લઇને સૌથી ઉંચા પત્તા સુધી દરેક ભાગમાં રોકાણ કરવું પડશે.

7

7

સફળ લોકતંત્ર તથા સફળ અર્થવ્યવસ્થા સાથે સીધો સંબંધ છે, કારણ કે આપણે જનતા દ્વારા સંચાલિત રાષ્ટ્ર છે. જનતા પોતાના હિતોનું ત્યારે સારી રીતે ધ્યાન રાખી શકે છે જ્યારે તે પંચાયત તથા સ્થાનિક શાસનના વિભિન્ન સ્વરૂપોમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભાગીદારી કરે છે. આપણે સ્થાનિક એકમોના કામકાજમાં સારું પરિણામ પ્રાપ્ત કરવા માટે તેમના કાર્યો, કર્મચારી તથા ધન આપીને ઝડપથી અધિકાર સંપન્ન બનાવવા પડશે. ઝડપી વિકાસથી આપણે રિસોર્સીસ તો મળે છે પરંતુ વધતા જતા પરિવ્યયોના એટલા સારા પરિણામ મળી શકતા નથી. સમાવેશી શાસન વિના આપણે, સમાવેશી વિકાસ પ્રાપ્ત કરી શકતા નથી.

8

8

120 કરોડથી વધુ વસ્તીવાળા આપણા વિકાસશીલ દેશ માટે, વિકાસ અને પુનર્વિતરણ વચ્ચે ચર્ચા જરૂરી છે. જ્યાં વિકાસ સાથે પુનઃવિતરણના અવસર વધે છે, તો બીજી તરફ આગળ જઇને પુનઃવિતરણથી વિકાસની ગતિ બનેલી રહે છે. બંને જ બરાબર મહત્વપૂર્ણ છે. બીજાના હિતો વિરૂદ્ધ, તેમાંથી કોઇપણ પણ એક પર જોર આપવાથી દેશને દુષ્પરિણામોનો સામનો કરવો પડી શકે છે.

9

9

ભારત ગત દસકા દરમિયાન, વિશ્વમાં એક સૌથી ઝડપથી પ્રગતિ કરતો દેશ બનીને સામે આવ્યો છે. આ સમયગાળા દરમિયાન, આપણી અર્થવ્યવસ્થામાં પ્રતિવર્ષ 7.9 ટકાની સરેરાશથી વૃદ્ધિ થઇ છે. આપણે આજે ખાદ્યન્નના ઉત્પાદનમાં આત્મનિર્ભર છીએ. આપણે દુનિયાભરમાં ચોખાના સૌથી મોટા તથા ઘઉંના બીજા સૌથી મોટા નિર્યાતક છીએ. આ વર્ષે દાળોના 18.45 મિલિયન ટનનો રેકોર્ડ ઉત્પાદન થયું છે, જે દાળોના ઉત્પાદનમાં આત્મ-નિર્ભરતા પ્રાપ્ત કરવાની દિશામાં એક શુભ સંકેત છે. કેટલાક વર્ષો પહેલાં આ વિશે કોઇ પણ વિચારી શકતું ન હતું. આ ગતિને જાળવી રાખવી પડશે. વૈશ્વિક દુનિયામાં, વધતી જતી આર્થિક જટિલતાઓ વચ્ચે, આપણે પોતાની બહારી તથા ઘરેલુ બંને જ પ્રકારની કઠિનાઓને સારી રીતે સામનો કરવાનું શીખવું પડશે.

10

10

પોતાની આઝાદીની શરૂઆતમાં આપણે આધુનિકતા તથા સમતાપૂર્ણ આર્થિક વિકાસનો દિપક પ્રગટાવ્યો હતો. આ દિપકને સળગતો રાખવા માટે, ગરીબી નિવારણ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જો ગરીબીના દરમાં સ્પષ્ટ રીતે ઘટાડાનું વલણ દેખાય છે પરંતુ ગરીબીના વિરૂદ્ધ આપણી લડાઇ હજુ પુરી થઇ નથી. ભારત પાસે આ અભિશાપના નિવારણ માટે પ્રતિભા, યોગ્યતા તથા સંસાધન ઉપલબ્ધ છે.

11

11

જે સુધારાઓએ આપણને અહીં સુધી પહોંચવામાં સક્ષમ બનાવ્યા છે, તેમને શાસનના બધા સ્તરો પર યથાવત રાખવાની જરૂરિયાત છે. આગામી બે દાયકા દરમિયાન, જનસંખ્યામાં અનુકૂળ પરિવર્તનનો આપણને ખૂબ ઉઠાવી શકીએ છીએ. તેના માટે ઔદ્યોગિક રૂપાંતર તરફ રોજગારીની તકો સર્જવાની જરૂરિયાત છે. આ સાથે જ સુવ્યવસ્થિત શહેરીકરણ પણ જરૂરી છે. સરકાર દ્વારા ગત કેટલાક સમય દરમિયાન શરૂ કરવામાં આવેલી વિનિર્માણ નીતિ, શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નવીકરણ તથા મહત્વાકાંક્ષી કૌશલ્ય ટ્રેનિંગ કાર્યક્રમો જેવા વિભિન્ન પાસાઓ પર, આગામી વર્ષો દરમિયાન ઝિણવટપૂર્વક નજર રાખવાની જરૂર પડશે.

12

12

આપણે પોતાની જનતાને રોજગાર, શિક્ષા, ભોજન તથા સૂચનાના અધિકારની કાનૂની ગેરેન્ટીઓ સાથે, હક પ્રદાન કર્યા છે. હવે આપણે આ સુનિશ્વિત કરવી પડશે કે આ હકથી જનતાને સાચો અધિકાર પ્રાપ્ત થાય. આ કાયદાઓને કારગર બનાવવા માટે આપણે મજબૂતી સુપુર્દગી તંત્રોની જરૂરત પડશે. કારગર જન-સેવા સુપુર્દગી તથા જવાબદેહીના નવા માનદંડ નક્કી કરવા પડશે. આ વર્ષના આરંભમાં જ શરૂ કરવામાં આવેલી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજનાથી પારદર્શિતા આવશે, દક્ષતા વધશે તથા બહુમૂલ્ય સંસાધનોનો અપવ્યય અટકાશે.

13

13

પ્રગતિની પોતાની દોડમાં, આપણે એ ધ્યાન રાખવું પડશે કે માણસ અને પ્રકૃતિ વચ્ચે સંતુલન બગડે નહી. આ પ્રમાણે અસંતુલનના વિનાશકારે પરિણામ હોય શકે છે. ઉત્તરાખંડમાં પોતાનો જીવ ગુમાવનાર તથા કષ્ટોનો સામનો કરનાર અસંખ્ય લોકો પ્રત્યે, હું મારી સંવેદના વ્યક્ત કરું છું. હું આપણી સુરક્ષા તથા સશસ્ત્ર સેનાના બહાદુર જવાનો, સરકાર તથા બિન સરકારી સંસ્થાઓને નમન કરું છું, જેમને આ વિપત્તિના કષ્ટોને ઓછા કરવા માટે ખૂબ પ્રયત્ન કર્યો. આ મુશ્કેલી માટે માનવીય લોલુપતા તથા પ્રકૃતિનો કોપ, બંને જ જવાબદાર છે. આ પ્રકૃતિની ચેતાવણી હતી. અને હવે સમય આવી ગયો છે કે આપણે જાગી જઇશું.

14

14

ગત દિવસો દરમિયાન આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે ગંભીર પડકારો આપણી સમક્ષ આવ્યા છે. છત્તીસગઢમાં માઓવાદી હિંસાના બર્બર ચહેરાએ ઘણા નિર્દેશ લોકોનો જીવ લીધો. પડોશી દેશોની સાથે મૈત્રીપૂર્ણ સંબંધ બનાવવાના ભારતના નિરંતર પ્રયત્નો છતાં સીમા પર તણાવ રહ્યો છે અને નિયંત્રણ રેખા પર યુદ્ધ વિરામનું વારંવાર ઉલ્લંખન થયું છે. જેથી જીવનની દુખદ હાનિ થઇ છે. શાંતિ પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા અવિચલ છે, પરંતુ ધૈર્યની એક સીમા હોય છે. આંતરિક સીમા સુનિશ્વિત કરવા અને રાષ્ટ્રની ક્ષેત્રીય અખંડતાની રક્ષા કરવા માટે બધા જ જરૂરી પગલાં ભરવામાં આવશે. હું સતત દેખરેખ રાખનાર આપણા સુરક્ષા અને સશસ્ત્ર બળોના સાહસ અને શૌર્યને વખાણું છું અને તેમના પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું, જેમને માતૃભૂમિની સેવામાં સૌથી મૂલ્યવાન ઉપહાર, પોતાના જીવનનો સર્વોચ્ચ બલિદાન કર્યું.

15

15

આપણા આગામી સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર, તમને ફરીથી સંબોધિત કરતાં પહેલાં, આપણા દેશમાં ચૂંટણી યોજાશે. લોકતંત્રનો આ મહાન તહેવાર ઉજવવા માટે એક એવી સ્થિર સરકારને પસંદ કરવાનો મહાન અવસર છે જે સુરક્ષા તથા આર્થિક વિકાસ સુનિશ્વિત કરશે. દરેક ચૂંટણી સામાજિક સૌહાર્દ, શાંતિ તથા સમૃદ્ધિની તરફ રાષ્ટ્રની યાત્રામાં એક મહત્વપૂર્ણ મીલનો પથ્થર સાબિત થવી જોઇએ.

16

16

અંતમાં હું મહાન ગ્રંથ ભગવતગીતાના એક ઉદાહરણથી પોતાની વાત સમાપ્ત કરવા માંગીશ, જ્યાં ઉપદેશક પોતાના દ્રષ્ટિકોણથી પ્રતિપાદન કરતાં કહું છું, ‘‘यथेच्छसि तथा कुरु...'' ''તમે જેવું ઇચ્છો, તેવું કરો, હું મારા દ્રષ્ટિકોણને તમારા પર થોપવા માંગતો નથે. મેં તમારી સમક્ષ તે રાખ્યું છે જે મારા વિચારમાં યોગ્ય છે. હવે આ નિર્ણય તમારા અંત:કરણને, તમારા વિવેકને, તમારા મનને લેવાનો છે કે યોગ્ય શું છે.''

English summary
On the eve of the 66th anniversary of our Independence, President of India Pranab Mukherjee addressed the Nation. Here is the full speech of President.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X