For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાંચ હત્યારાઓની ફાંસી પર રાષ્ટ્રપતિ મોહર લગાવી, બેને ઉમરકેદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

pranab-mukherjee
નવી દિલ્હી, 4 એપ્રિલ: અજમલ કસાબ અને અફજલ ગુરૂ બાદ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પેન્ડિંગ વધુ સાત દયાની અરજીઓ પર પોતાનો ફેંસલો સંભાળ્યો છે. તેમાંથી પાંચ કેસમાં ફાંસીની સજા યથાવત રાખવામાં આવી છે, જ્યારે બે કેસમાં રાહત આપતાં ફાંસીની સજાને ઉમરકેદમાં ફેરવી દિધી છે. રાષ્ટ્રપતિએ જે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તે દયાની અરજીને નકારી કાઢી છે તેમાં એક હરિયાણાના ધર્મપાલની પણ છે.

બળાત્કારમાં દોષી ગણવામાં આવેલા હરિયાણાનાઅ ધર્મપાલે પેરોલ પર છુટ્યા બાદ બળાત્કાર પીડિતાના પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી દિધી હતી. ધર્મપાલની દયાની અરજી પર 14 વર્ષો સુધી કોઇ ફેંસલો થઇ શક્યો ન હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી અઠવાડિયામાં ફાંસીની સજા આપવામાં આવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલી સાત દયા અરજીઓમાંથી પાંચને નકારી કાઢવા અને બેને ઉંમરકેદમાં બદલવાની ભલામણ કરી હતી. તેમાં ઉમરકેદનો અર્થ 14 કે 20 વર્ષની સજા નથી, પરંતુ મૃત્યું સુધી જેલમાં રહેવાનો છે. રાષ્ટ્રપતિએ ગૃહ મંત્રાલયની ભલામણોને જેમની તેમ મંજૂર કરી લીધી હતી.

ગુરમીત સિંહ: ઉત્તર પ્રદેશના ગુરૂમીત સિંહને 17 ઓગષ્ટ 1986ના રોજ એક પરિવારના 13 લોકોની હત્યાના કેસમાં ફાંસીની સજા સંભળાવી હતી.

સુરેશ અને રામજી: ઉત્તર પ્રદેશના એક અન્ય કેસમાં સુરેશ અને રામજીને પોતાના ભાઇના પરિવારના પાંચ લોકોની હત્યામાં મોતની સજા સંભળાવી હતી.

રેલૂરામ પુનિયા હત્યાકાંડ: આમાં હરિયાણાના બહુચર્ચિત રેલૂરામ પુનિયા હત્યાકાંડમાં દોષી હરિયાણાના પૂર્વ ધારાસભ્યની પુત્રી સોનિયા અને તેના પતિ સંજીવના કેસમાં સામેલ છે.

સુંદર સિંહ: ઉત્તરાખંડના સુંદર સિંહને દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં મોતની સજા સંભળાવી હતી.

ઝફર અલી: ઉત્તર પ્રદેશના ઝફર અલીને 2002માં પત્ની અને પાંચ પુત્રીઓની હત્યાના કેસમાં મોતની સજા સંભળાવી હતી.

ધર્મપાલનો કેસ: આમાં હરિયાણાના ધર્મપાલનો કેસ પણ છે. ધર્મપાલે 1993માં એક છોકરી સાથે બળાત્કાર કર્યો અને જ્યારે તે પેરોલ પર છુટ્યો તો તેને છોકરીના પરિવારના 5 લોકોની હત્યા કરી દિધી હતી. 1991માં ધર્મપાલ પર સોનીપતમાં એક છોકરી સાથે બળાત્કારનો આરોપ લાગ્યો હતો. 1993માં તેને 10 વર્ષની સજા મળી હતી. ધર્મપાલે છોકરીને કોર્ટમાં સાક્ષી આપવા બદલ ધમકી આપી હતી. તે 1993માં પાંચ દિવસ માટે પેરોલ પર છુટ્યો હતો. જ્યારે છોકરીના પરિવારજનો ઉંધ્યા હતા ત્યારે ધર્મપાલે તેમના પર હુમલો કર્યો હતો. ધર્મપાલે પીડિતાના માતા-પિતા તલેરામ અને કૃષ્ણા, બહેન નીલમ, ભાઇ પ્રવીણ અને ટીનૂ પર અંધાધૂધ લાઠીમાર ચલાવ્યો હતો.

ધર્મપાલના ભાઇ નિર્મલે તેમની હત્યા કરવામાં મદદ કરી હતી. બંનેને મોત સજા આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે 1999માં ધર્મપાલની સજા યથાવત રાખી હતી પરંતુ નિર્મલની સજાને ઉમરકેદમાં ફેરવી દિધી હતી. નિર્મલ 2001મા6 પેરોલ પર છુટ્યો અને ફરાર થઇ ગયો. તેને 10 વર્ષ બાદ ઝડપી પાડવામાં આવ્યો છે.

English summary
Out of seven people convicted for heinous crimes, President Pranab Mukherjee has upheld execution in five cases while commuting death sentence to life term in two others.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X