પ્રિયંકાએ લગાવ્યો આરોપ, શીલા દિક્ષિતે ચોડી દિધો હતો તમાચો !

sheila-dikshit
નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી: દિલ્હીના મુખ્યમંત્રી શીલા દિક્ષિત પર દૂરવ્યવહારનો આરોપ લગાવ્યો છે. પૂર્વી દિલ્હીના કોંડલીના બીએસપી પાર્ષદ પ્રિયંકા ગૌતમે આરોપ લગાવ્યો છે કે શીલા દિક્ષિતે તેમની સાથે દૂરવ્યવહાર કર્યો અને થપ્પડ મારી હોવાનો આરોપ લગાવ્યો છે.

જો કે આજે શીલા દિક્ષિત કોંડલીમાં કોમ્યુનિટી સેન્ટરનું ઉદઘાટન કરવા પહોંચી હતી. ત્યારે પ્રિયંકા ગૌતમે દાવો કર્યો હતો કે કાર્યક્રમના આમંત્રણમાં તેમનું નામ ન હતું તેમજ મંચ પર બેસવા માટે કોઇ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી નારાજ થયેલી પ્રિયંકા ગૌતમ મંચ પર ચઢી ગઇ હતી. પ્રિયંકાએ આરોપ લગાવ્યો હતો કે આ દરમિયાન શીલા દિક્ષિતે તેમની સાથે દુરવ્યવહાર કરવામાં આવ્યો છે.

કોમ્યુનિટી સેન્ટરની બહાર આવ્યા બાદ ગુસ્સે ભરાયેલી પ્રિયંકા ગૌતમે કહ્યું હતું કે 'આમંત્રણ કાર્ડમાં મારું ન હતું તેમજ મંચ પર મારી નેઇમ પ્લેટ ન હતી. આ અંગે હું મંચ પર શીલા દિક્ષિત સાથે વાતચીત કરવા પહોંચી તો શીલા દિક્ષિતે મને કહ્યું કે બહુ થઇ ગયું તારું એમ કહીને મને થપ્પડ ચોડી દિધી હતી. દિલ્હીના મુખ્યમંત્રી શીલા દિક્ષિતે પ્રિયંકા ગૌતમ પર આરોપ લગાવ્યો છે કે પ્રિયંકા નાદાન છે અને તેને ઉશ્કેરવામાં આવી છે.

જો કે પ્રિયંકા ગૌતમના દાવામાં દમ લાગતો નથી કારણ કે કોઇએ શીલા દિક્ષિત અને પ્રિયંકા ગૌતમ વાતચીત સાંભળી નથી તથા તેને થપ્પડ મારતાં જોયા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X