દેહવ્યાપારથી કરોડો રૂપિયા કમાવવાવાળી કોઠા ક્વીનની ધરપકડ..
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચએ દેહવ્યાપારના રેકેટ સાથે જોડાયેલો એક મોટો ખુલાસો કર્યો છે. પોલીસે આ રેકેટની હેડ અને "કોઠા ક્વીન" નામથી ફેમસ એવી સાયરા બાનો અને તેના પતિ અફાફ સહીત 8 લોકોની ધરપકડ કરી છે.
આ રેકેટ પર લગભગ 5 હજાર કરતા પણ વધારે છોકરીઓને દેહવ્યાપારના ધંધામાં ધકેલવાનો આરોપ છે. પોલીસે આખો મામલો નોંધી લીધો છે અને આગળની તપાસ કરી રહી છે. જેનાથી આ રેકેટની જડ સુધી પહોંચી શકાય.

કેમ કહેવાય છે કોઠા ક્વીન
દેહવ્યાપારમાં સાયરા બાનોને કોઠા ક્વીન એટલા માટે કહેવામાં આવે છે કારણકે દિલ્હીની બદનામ ગલીઓમાં તેના 4 કોઠા ચાલી રહ્યા છે. વર્ષ 1999થી સાયરા બાનો અને તેના પતિ અફાફએ છોકરીઓની સપ્લાય કરીને એક કોઠો ચાલુ કર્યો. બાદમાં તેને 4 કોઠા ખોલી નાખ્યા.

અત્યાર સુધીમાં 100 કરોડ કરતા પણ વધારેની કમાણી
પોલીસે જણાવ્યું છે કે સાયરા બાનો અને તેના પતિ અફાફ વર્ષોથી છોકરીઓનો ધંધો કરી રહ્યા છે. આ બંને 20 થી 50 હજારમાં ગરીબ છોકરીઓને ખરીદતા હતા અને બાદમાં તેમને 2 થી 5 લાખમાં વેચી દેતા હતા. પોલીસના અંદાઝ મુજબ તેઓ અત્યાર સુધીમાં 100 કરોડ કરતા પણ વધારેની કમાણી કરી ચુક્યા છે.

રોજની 10 લાખ રૂપિયાની કમાણી
પોલીસે જણાવ્યું કે સાયરા બાનો અને તેના પતિ અફાફની રોજની કમાણી 10 લાખ રૂપિયા હતી. તેમની ડાયરીમાં 10 લાખ રૂપિયા પ્રતિદિવસ ની એન્ટ્રી મળી છે.

અલગ અલગ શહેરમાં ફાર્મહાઉસ
તપાસ દરમિયાન પોલીસેને સાયરા બાનો અને તેના પતિ અફાફના અલગ અલગ શહેરમાં ફાર્મહાઉસ વિશેની પણ માહિતી મળી આવી.
પોલીસે જણાવ્યું કે તેમના બેન્ક ખાતામાં પણ કરોડો રૂપિયા જમા છે.












Click it and Unblock the Notifications
