For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીની પાઠશાળા, કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rahul-gandhi-speech
નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ એક મધ્યાંતર બાદ પોતાની પાઠશાળા શરૂ કરી દિધી છે. વર્ષ 2014ની લોકસભાની ચુંટણી પહેલાં પોતાની પાર્ટીને મજબૂત બનાવવા માટે રાહુલ ગાંધીએ આજે પ્રદેશના નેતાઓ સાથે વિચાર-વિમર્શ શરૂ કરી દિધી છે. જાણકારી મુજબ રાહુલ ગાંધીની આ પાઠશાળા બે દિવસ સુધી ચાલશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને આયોજિત ચિંતન શિબિરમાં પાર્ટી દ્રારા ઉપાધ્યક્ષ પદની જવાબદારી સોંપ્યા બાદ રાહુલ ગાંધીની પાર્ટીના નેતાઓ સાથે આ તેમની બીજી મુલાકાત છે. આ પહેલાં રાહુલ ગાંધીએ પાર્ટી સમક્ષ ઉભા થયેલા પડકારો અને આગળની રણનિતી વિશે અખિલ ભારતીય કોંગ્રેસ કમીટીના પદાધિકારીઓ સાથે ખુલીને ચર્ચા કરી હતી.

પ્રદેશના નેતાઓ સાથે રાહુલ ગાંધીની આજથી શરૂ થનારી બે દિવસ બેઠકમાં મુખ્યમંત્રી, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને ધારાસભ્યોના નેતા ભાગ લઇ રહ્યાં છે. રાજકીય જાણકારોના જણાવ્યા અનુસાર આ બેઠક એટલા માટે મહત્વપૂર્ણ છે કે આ વર્ષ લગભગ 9 રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી યોજાવવાની છે. આ 9 રાજ્યોમાં 5 મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, દિલ્હી અને કર્નાટકમાં કોંગ્રેસનો સીધો મુકાબલો ભાજપ સાથે છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ આજે શરૂ થયેલી બેઠકનો હેતુ કોંગ્રેસના નેતાઓને એ કહેવાનો છે કે હવે રાહુલ ગાંધીનો નિર્ણય પાર્ટીનો અંતિમ નિર્ણય હશે.

English summary
With a series of elections including the Lok Sabha fast approaching, Rahul Gandhi is embarking on an exercise Friday to set Congress' house in order in the states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X