રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ બન્યો મેજર ધ્યાનચંદ ખેલ રન્ત એવોર્ડ, PM મોદીએ બદલ્યું નામ
મોદી સરકારે ખેલ રત્ન એવોર્ડને લઈને મોટો નિર્ણય લીધો છે. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ જે રમતગમત ક્ષેત્રે આપવામાં આવતો સૌથી મોટો એવોર્ડ છે, જેને હવે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનું નામ આપવામાં આવ્યું છે.
નવી દિલ્હી : મોદી સરકારે ખેલ રત્ન એવોર્ડને લઈને મોટો નિર્ણય લીધો છે. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ જે રમતગમત ક્ષેત્રે આપવામાં આવતો સૌથી મોટો એવોર્ડ છે, જેને હવે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનું નામ આપવામાં આવ્યું છે. આ પુરસ્કાર હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ તરીકે આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 30 ઓગસ્ટના રોજ મેજર ધ્યાનચંદની જન્મજંયતી નિમિત્તે રમતગમત સંબંધિત પુરસ્કાર આપવામાં આવે છે.

વડાપ્રધાન મોદીએ આપી આ અંગેની માહિતી
શુક્રવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓના મહાન પ્રયાસોથી આપણે બધા અભિભૂત છીએ. આપણા દિકરા-દીકરીઓ દ્વારા બતાવવામાં આવેલી ઇચ્છાશક્તિ, ખાસ કરીને હોકીમાં જીતવાનો ઉત્સાહ, વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે એક મોટી પ્રેરણા છે.
I have been getting many requests from citizens across India to name the Khel Ratna Award after Major Dhyan Chand. I thank them for their views.
— Narendra Modi (@narendramodi) August 6, 2021
Respecting their sentiment, the Khel Ratna Award will hereby be called the Major Dhyan Chand Khel Ratna Award!
Jai Hind! pic.twitter.com/zbStlMNHdq
વડાપ્રધાને મેજર ધ્યાનચંદને સમર્પિત કર્યો ખેલ રત્ન એવોર્ડ
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, દેશને ગૌરવ અપાવનારી ક્ષણોમાં ઘણા દેશવાસીઓની વિનંતી સામે આવી છે કે, ખેલ રત્ન એવોર્ડનું નામ મેજર ધ્યાનચંદ પર રાખી ધ્યાનચંદ જીને સમર્પિત કરવો જોઇએ. લોકલાગણીને માન આપીને હવે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ નામ આપવામાં આવ્યું છે. જય હિન્દ!
देश को गर्वित कर देने वाले पलों के बीच अनेक देशवासियों का ये आग्रह भी सामने आया है कि खेल रत्न पुरस्कार का नाम मेजर ध्यानचंद जी को समर्पित किया जाए। लोगों की भावनाओं को देखते हुए, इसका नाम अब मेजर ध्यानचंद खेल रत्न पुरस्कार किया जा रहा है।
— Narendra Modi (@narendramodi) August 6, 2021
जय हिंद!
આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ ટ્વિટ કરીને જણાવ્યું કે, મેજર ધ્યાનચંદ ભારતના અગ્રણી હોકી ખેલાડીઓમાંથી એક હતા. જેમણે ભારતને સન્માન અને ગૌરવ અપાવ્યું છે. દેશનું સર્વોચ્ચ રમત સન્માન તેમના નામે હોવું જોઈએ.
ખેલ રત્નનો ઇતિહાસ
આ એવોર્ડની શરૂઆત 1991-92માં રમતગમતના ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવા અને જાગૃતિ ફેલાવવાના હેતુથી કરવામાં આવી હતી. ત્યારે આ એવોર્ડનું નામ દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
PM Modi Meeting: 'Lockdownની અફવાઓ પર લગામ', PMની મુખ્યમંત્રીઓ સાથે અઢી કલાક ચાલી બેઠક, આપ્યા 8 સંદેશ-List -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી








Click it and Unblock the Notifications
