For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એસિડ એટેકનો ભોગ બનેલા લોકોને પુનર્વાસ અને વળતર આપે રાજ્ય સરકાર: સુપ્રીમ કોર્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

supreme court
નવી દિલ્હી, 18 જુલાઇ: એસિડ એટેકના મુદ્દે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને મહત્વપૂર્ણ નિર્દેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરૂવારે આપેલા પોતાના ચૂકાદા હેઠળ એમ કહ્યું છે કે રાજ્ય સરકાર એસિડ એટેકના પીડિતોને 3 લાખ રૂપિયાનું વળતર આપે. વળતરની રકમ 15 દિવસમાં એક લાખ અને બાકીના 2 લાખની રકમ બે મહિનામાં રાજ્ય સરકારે આપવી પડશે.

સુપ્રીમ કોર્ટે રાજ્યોને એસિડ અને બીજા નુકસાન પદાર્થોના છુટક વેચાણને નિયંત્રિત કરવા માટે ત્રણ મહિનાની અંદર નિયમ બનાવવા માટે કહ્યું છે. કોર્ટે કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું હતું કે તે એસિડ ફેફવાને બિન જમાનતી ગુનો બનાવે. કોર્ટે કહ્યું હતું કે એસિડ પીડિતના પુનર્વાસ અને મેડિકલનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડે.

સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું હતું કે કિશોરને એસિડ આપવામાં ન આવે. સાથે જ કોઇ ગ્રાહક એસિડ ખરીદવા આવે છે તો તેની સંપૂર્ણ વિગત હોવી જરૂરી છે. આ સાથે જ એસિડનું વેચાણ કરનાર દુકાનદારે સેલ અને ખરીદીનું રજિસ્ટ્રેશન રાખવું પડશે.

English summary
The Supreme Court on Thursday passed an interim order on regulating the sale of acid at retail outlets in market across the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X