For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિપક ભારદ્વાજની હત્યા માટે 2 કરોડની સોપારી મળી હતી: શૂટર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

deepak-bhardwaj
નવી દિલ્હી, 2 એપ્રિલ: અરબપતિ બસપા નેતા દિપક ભારદ્વાજ હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિપક ભારદ્વાજની હત્યા માટે 2 કરોડની સોપારી આપવામાં આવી હતી. પકડાઇ ગયેલા શાર્પ શૂટર પુરૂષોત્તમે આ વાતનો ખુલાસો કર્યો છે. પરંતુ પોલીસ એમપણ કહ્યું છે કે પુરૂષોત્તમ વારંવાર નિવેદન બદલી રહ્યો છે.

દિપક ભારદ્વાજની હત્યાના કેસમાં પ્રદિપ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ પર આરોપ છે કે તેને શૂટરોને હથિયાર સપ્લાઇ કર્યા હતા. આ દરમિયાન દિપક ભારદ્વાજના મોટા પુત્રને પણ પોલીસે પુછપરછ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક બસપા નેતા દિપક ભારદ્વાજના બે હત્યારાઓને નાટકીય ધટનાક્રમ વચ્ચે ધરપકડક કરવામાં આવી છે. આ કેસમાં રાકેશ, અમિત, પુરૂષોત્તમ અને સુનિલ પોલીસની ધરપકડમાં છે.

બંને સંદિગ્ધ હુમલાખોરોએ આત્મસમર્પણ કરવા આવ્યા હતા પરંતુ તેમાં એક આરોપી પુરૂષોત્તમ રાણાને કોર્ટમાં જતા પહેલાં જ પોલીસે ઝડપી પાડ્યો હતો. તેને સવારે પટિયાલા હાઉસ પરિસર બહારથી ધરપકડ કરવામાં આવી હતી.

જો કે બીજો હુમલાખોર સુનિલ તેની રાહ જોઇ રહેલી પોલીસથી બચીને તે કોર્ટમાં પ્રવેશવવામાં સફળ રહ્યો હતો પરંતુ જજે તેના કેસને સાંભળવાની મનાઇ કરી દિધી હતી અને તેને પોલીસને હવાલે કરી દિધો હતો.

સ્થાનિક બસપા નેતા દિપક ભારદ્વાજની 26 માર્ચના રોજ દક્ષિણી દિલ્હીના રજોકરીમાં તેમના ફાર્મહાઉસમાં રાણા સહિત ત્રણ લોકોએ ગોળી મારી હત્યા કરી દિધી હતી. દિપક ભારદ્વાજ 2009ની ચુંટણીમાં લોકસભાની ચુંટણીમાં તે સૌથી અમીર ઉમેદવાર હતા.

English summary
Two accused - Purushottam Rana and Sunil Mann, arrested in connection with the murder of BSP leader Deepak Bhardwaj were given Rs two crore to carry out the killing, reports said on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X