ધર્મ પરિવર્તનના વિવાદને લઇને સંસદના બંને સદનોમાં જોરદાર હોબાળો
નવી દિલ્હી, 12 ડિસેમ્બર: સંસદના શિયાળુ સત્રોને સારી રીતે ચલાવવા કેન્દ્ર સરકાર માટે મોટી મુસીબત બની ગયું છે. પહેલાં સાધ્વી નિરંજન જ્યોતિના વિવાદિત નિવેદનને લઇને થોડા દિવસો સુધી સત્ર હંગામેદાર રહ્યું ત્યારબાદ દિલ્હીમાં ઉબર કેબ રેપ કેસ વિવાદ કારણ બન્યું. પરંતુ હવે આગરામાં ધર્મ પરિવર્તનનો વિવાદ સદનમાં હંગામાનું કારણ બન્યું છે.

આગરામાં 200 મુસ્લિમ પરિવારોને હિન્દુ ધર્મમાં પરિવર્તન કેસ સંસદના બંને સદનોમાં જોર પકડી ચૂક્યો છે. બસપા સુપ્રીમો માયાવતીએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તે દેશના માહોલને બગાડવાનો પ્રયત્ન કરી રહી છે. તેમણે કહ્યું કે બજરંગ દળ અને આરએસએસના લોકો બળજબરીપૂર્વક લોકોને ધર્મ પરિવર્તન કરાવી રહ્યાં છે.
MA Naqvi,MoS Minority Affairs in Rajya Sabha : In my knowledge FIR has been registered over the issue (forcible religion conversion in Agra)
— ANI (@ANI_news) December 10, 2014 Mayawati on religion conversion issue : GoI & UP Govt must take this issue seriously,communal forces must be stopped from doing such things
— ANI (@ANI_news) December 10, 2014 તો બીજી તરફ કેન્દ્રિય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે આ રાજ્યનો કેસ છે તેમાં કેન્દ્રને કોઇ લેવા દેવા નથી. તેમણે કહ્યું કે આ મુદ્દે એફઆરઆઇ નોંધવામાં આવી છે. આ મુદ્દે બંને સદનમાં વિવાદ ઉભો કરવાનો કોઇ અર્થ નથી.
તો બીજી તરફ બજરંગ દળના કાર્યકર્તા કિશોર વાલ્મીકિ 60 મુસલમાન પરિવારોના 200 સભ્યોને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાનો કેસ દાખલ કરાવવામાં આવ્યો છે. આ ફરિયાદ હિન્દુ બનાવવામાં આવેલા ઇસ્લાઇલે નોંધાવી છે. ઇસ્માઇલનો આરોપ છે કે કિશોર એક મહિનાથી તેમના પર દબાણ નાખી રહ્યો હતો. ધર્મ પરિવર્તન કરનારાઓમાંથી કેટલાક લોકોનું એ પણ કહેવું છે કે તેમણે દબાણ અને લાલચમાં આવીને આમ કર્યું છે.












Click it and Unblock the Notifications
