સંજય દત્તની સજા માફ કરવવાના પ્રયત્નમાં લાગી સરકાર!
નવી દિલ્હી, 23 ઓક્ટોબર: કેન્દ્ર સરકારે 1993ના મુંબઇ બ્લાસ્ટ કેસમાં દોષી સંજય દત્તની સજા માફીના પ્રયત્નો શરૂ કરી દિધા છે. કેન્દ્ર સરકારે આ અંગે મહારાષ્ટ્ર સરકાર પાસે તેનો અભિપ્રાય અને ભલામણોની માંગણી કરી છે. એક સમાચાર પત્રએ સૂત્રોના હવાલેથી સમાચાર આપ્યા છે.
પ્રેસ કાઉન્સિલના અધ્યક્ષ માર્કણ્ડેય કાત્જૂએ સંજય દત્તની સજા માફ કરવાની અપીલ કરી હતી. તેમને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને અનુરોધ કર્યો હતો કે માનવીય આધાર પર સંજય દત્ત અને ત્રણ અન્ય દોષીઓ જૈબુન્નિસા કાજી, ઇશાક ઇઝવાને અને શરીફ અબ્દુલ ગફૂર પારકરને રાહત આપવામાં આવે.
આ કેસ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે માર્કણ્ડેય કાત્જૂ દ્રારા રાષ્ટ્રપતિને આપવામાં આવેલી અરજીના આધારે અમે મહારાષ્ટ્ર સરકાર પાસે તેમનો અભિપ્રાય માંગ્યો છે. ત્યાંની સરકાર પાસેથી અમને હજુ સુધી કોઇ જવાબ મળ્યો નથી. મહારાષ્ટ્ર સરકાર દ્વારા મળેલી ભલામણોની મળ્યા બાદ જરૂરી લાગશે તો રાષ્ટ્રપતિ સમક્ષ રાખવામાં આવશે.

કાનૂન કોઇને કોઇના માટે અરજી દાખલ કરવાથી રોકી ન શકે. સંજય દત્તના સંબંધીઓ ઓવેન રોનકોનનું કહેવું છે કે અમે સજા માફી માટે કહ્યું નથી. અમને સજા માટે કહેવામાં આવ્યું નથી. અમે આ અંગે કોઇપણ પ્રકારની જાણકારી નથી. સુપ્રીમ કોર્ટે મુંબઇ બ્લાસ્ટ કેસમાં સંજય દત્તને દોષી ગણાવતાં પાંચ વર્ષની જેલની સજા સંભળાવી હતી.
સંજય દત્તને રિવ્યૂ પિટીશન અને ક્યૂરિટીવ પિટીશન દાખલ કરી હતી પરંતુ તેમને કોઇ રાહત મળી ન હતી. સુપ્રીમ કોર્ટે બંને અરજીઓ નકારી કાઢી છે. ત્યારબાદ સંજય દત્તને જેલ જવું પડ્યું હતું. પગની સારવાર માટે તાજેતરમાં જ સંજય દત્તને 14 દિવસના પેરોલ પર છોડવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
