દિલ્હી બિલકુલ સુરક્ષિત નથી: શીલા દીક્ષિત

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારે એકવાર ફરી હેવાનીયતની વારદાત સામે આવી હતી, આ મામલે શીલા દીક્ષિતે પોતાની પ્રતિક્રિયા આપી હતી. દિલ્હીમાં એક યુવતીની સાથે પહેલા રેપની કોશિસ કરવામાં આવી અને ત્યારબાદ તેના મોઢામાં લોખંડનો સળિયો નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 16 ડિસેમ્બરના રોજ પેરા મેડિકલની એક વિદ્યાર્થિનીની સાથે ગેંગરેપની કથિત ઘટના ઘટી હતી. આ દરમિયાન પીડિતાની સાથે ઘોર બર્બરતા કરવામાં આવી હતી. ક્રૂરતાની સામે આખા રાષ્ટ્રમાં જનવિરોધ ફાટી નીકળ્યો હતો. હાલમાં આ મામલે કોર્ટમાં સુનવણી ચાલી રહી છે, અને તેની વચ્ચે આ બીજી ઘટના સામે આવી છે.












Click it and Unblock the Notifications
