સુનંદાના શરીર પરથી મળી આવ્યા નિશાન, 2-3 દિવસમાં ખૂલશે સસ્પેન્સ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, કેન્દ્રિય મંત્રી શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરનું પોસ્ટમોર્ટમ પુરૂ થઇ ગયું છે. પોર્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતના કારણ અંગેનો ખુલાસો થઇ શકશે. ડૉક્ટર સુધીર ગુપ્તાના નેતૃત્વમાં ત્રણ ડૉક્ટરોની પેનલે પોસ્ટમોર્ટમ કર્યું. પોસ્ટમોર્ટમની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ બાદ સુનંદા પુષ્કરના મૃતદેહને ઘરે લઇ જવામાં આવી રહ્યો છે, આજે સાંજે ચાર વાગે તેમનો લોદી રોડ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સુનંદા પુષ્કરનું પોસ્ટમોર્ટમ પુરૂ થઇ ગયું છે, ત્યારે ડૉક્ટરોનું કહેવું છે કે 2-3 દિવસોમાં રિપોર્ટ આવી જશે. પરંતુ સૂત્રોનું માનીએ તો સુનંદા પુષ્કરના શરીર પરથી વાદળી રંગના નિશાન જોવા મળ્યા છે. સુનંદા પુષ્કરના ગળા, કાંડા પર વાદળી રંગના નિશાન ડૉક્ટર્સની ટીમને પોસ્ટમોર્ટમ દરમિયાન મળ્યા હતા.

દિલ્હી પોલીસ કેન્દ્રિય માનવ સંશાધન વિકાસ રાજ્યમંત્રી શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરની મોતના મુદ્દે હજુ સુધી કોઇ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી અને હવે તેને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ છે.

પોલીસ ઉપરાંત સીએફએસએલ અને સીબીઆઇની ટીમોએ પણ હોટલના રૂમની તલાસી લીધી હતી. પહેલી નજરમાં પોલીસ તેને કુદરતી મોત માની રહી છે, પરંતુ કેટલાક પહેલુંઓને ધ્યાનમાં રાખીને કેસની તપાસ કરવામાં આવી રહી છે. શુક્રવારે સીબીઆઇની ફોરેન્સિક ટીમ પણ હોટલ લીલા પહોંચી હતી, જ્યાંથી તેને ઘટનાસ્થળેથી પુરવા એકઠા કર્યા છે.

sunanda-3

પોલીસે તપાસ શરૂ કરી દિધી છે અને આ મુદ્દે શશિ થરૂર અને હોટલના કેટલાક કર્મચારીઓ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હોટલાના ત્રીજા માળના સીસીટીવી ફૂટેજ પણ ખંખોળવવામાં આવી રહ્યાં છે. આટલું જ નહી સુનંદા પુષ્કરના ફોન કોલ્સ અને ટ્વિટર એકાઉન્ટને પણ ખંખોળવવામાં આવી રહ્યાં છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સુનંદા પુષ્કરના મોતની તપાસ કરી રહેલી ફોરેન્સિક ટીમના અનુસાર સુનંદા પુષ્કરનું મોત ગઇકાલે ત્રણ ચાર વાગ્યાની વચ્ચે થયું જ્યારે સુનંદા પુષ્કરની લાશ રાતે સાડા આઠ વાગે લીલા હોટલના રૂમમાં જોવા મળી. ફોરેન્સિક એક્સપર્ટના જણાવ્યા અનુસાર સુનંદા પુષ્કરનું મોત મૃતદેહ મળી આવ્યો તેના ત્રણથી ચાર કલાક પહેલાં જ થઇ ગયું હતું.

સુનંદા પુષ્કરનો પુત્ર અને સબંધીઓ આજે સવારે એમ્સ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. આજે સાંજે 4 વાગ્યા બાદ લોદી રોડ સ્મશાન ઘાટ પર સુનંદા પુષ્કરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

English summary
Union Minister Shashi Tharoor's wife Sunanda Pushkar, who died Friday night, had "injury marks" on her body and it is a "case of unnatural, sudden death", one of the doctors who conducted the autopsy said.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.